કોડિનારના વિઠ્ઠલપુર ગામે બિલ્ડિંગ લાઇમ સ્ટોનની ચોરી પકડાઇ
11:16 AM Mar 07, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના સર્વે નં 38 પૈકી માં 01.01.08 હેક્ટર વિસ્તારમાં બિલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજની પ્રવિણભાઈ વાલજીભાઈ રાઠોડના નામની ક્વોરી લીઝની ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી. આ તપાસ અન્વયે આ લીઝ વિસ્તારમાંથી 85,764 મે.ટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. આ લીઝમાં થયેલ ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ રૂૂ.4,32,25,056/- જેટલી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા કોડીનાર તાલુકાના ખનીજ ચોરો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવતા ખનીજ માફિયા ઓ માં ભારે ફફ ડાટ ફેલાયો છે.
Next Article
Advertisement