ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉના તાલુકાના વાંસોજ ગામે નિદ્રાધીન વૃદ્ધની ક્રૂર હત્યા

12:35 PM Aug 02, 2024 IST | Bhumika
Advertisement

ઘરની ઓસરીમાં સૂતેલા વૃદ્ધને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા

Advertisement

ઉના તાલુકાના વાંસોજ ગામે નિદ્રાધીન વૃધ્ધની તેના ઘરની ઓસરીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવતા સતસનાટી મચી ગઇ છે. આ મામલે મૃતકના પુત્રની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી હત્યારાની શોધખોળ શરૂ કરી છે.

વાંસોજ ગામે રહેતા મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ શિયાળ પોતાના ઘરની ઓસરીમાં સુતા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સો એ અંદર પ્રવેશ કરી વૃદ્ધ મસરીભાઈ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે માથાનાં ભાગે ઘા મારી મોત નીપજાવેલ હતુ. અને આ ઘટનાની જાણ થતા લોકોનાં ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. મૃતક વૃદ્ધને માથાનાં ભાગે હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારતાં લોહીલોહાણ હાલતમાં ઢળી પડેલ હતાં. જે અંગેની જાણ પોલીસને થતા નાવાબંદર મરીન પોલીસ, એલ સી બી બ્રાન્ચ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને હત્યા કરનારની શોધખોળ હાથ ધરી છે. વૃદ્ધના મૃતદેહને પીએમ અર્થ ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ આ અંગે વૃદ્ધના દીકરા રણછોડભાઇ મસરીભાઇ શિયાળ એ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે 103(1) સહિત ગુન્હા હેઠળ ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsmurderUna taluka
Advertisement
Next Article
Advertisement