ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગઢડામાં જમીનના ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા

11:53 AM Apr 07, 2025 IST | Bhumika
Advertisement

ગઢડાના સીતાપર ગામના સામે કાંઠે આવેલી વડીલોપાજત જમીન બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે બોલા ચાલી થઈ જતાં નાના ભાઈના પરિવારના હાથે મોટાભાઈની હત્યા થઈ ગઈ હતી. જોકે બન્ને પક્ષે મારામારી થતા બન્ને ભાઈઓના પરિવાર સભ્યોને ઇજા થઈ હતી. જર, જમીન અને જોરૂૂ ત્રણેય કજિયાના છોરૂૂ આ કહેવતને સાર્થક કરતી ઘટનાની જાણવા મળતી વિગતો પ્રમાણે ગઢડાના સીતાપર ગામના સામ કાંઠે રહેતા અને ખેતી કામ કરતા વિજયભાઈ ભીખાભાઈ ઓળકિયા માતા-પિતાની વડિલોપાર્જિત જમીન વાવતો હતા અને જે માતા-પિતાનું ભરણ પોષણ કરે તે જમીન વાવે તેવી સમજુતી થઈ હતી અને આ બાબતે મોટાભાઈ નિરૂૂભાઇને બીજા બધા ભાઈઓ તથા માતા-પિતા સાથે અવાર નવાર ઝગડાઓ થતા હતા.

Advertisement

દરમિયાનમાં ગત તા.5 એપ્રિલના સાંજના સાડા સાત કલાકે મોટાભાઈ નીરૂૂ ભીખાભાઇ ઓળકીયા તેના પત્ની રશિલાબેન નીરૂૂભાઇ ઓળકીયા, પુત્ર રાહુલ નીરૂૂભાઇ ઓળકીયા અને અનીલ નીરૂૂભાઇ ઓળકીયા ધારીયા લોખંડના પાઇપ અને લાકડાના ધોકા સાથે ઘરે ધસી આવ્યા હતા અને પિતા સાથે જમીન બાબતે માથાકુટ કરી ગાળો આપી હતી. દરમિયાનમાં ઉશ્કેેરાયેલા ચારેયાએ વિજયભાઈ વિજયભાઈના પત્ની અલ્પાબેન અને મોટાભાઇ કરમશીભાઈ અને કરમશીભાઈના પુત્ર હસમુખભાઈ પર હાથમાં રહેલા હથિયારો વડે તૂટી પડયા હતા અને ચારેયને ગંભીર ઇજા પહોંચાડી હતી.

ઇજાગ્રસ્ત હાલતે કરમશીભાઈ સહિત ચારેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કરમશીભાઈ ભીખાભાઈ ઓળકિયાનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે વિજયભાઈએ એક મહિલા સહિત ચાર વિરૂૂધ્ધ ઢસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે રશીલાબેન નીરૂૂભાઇ ઓળકીયાએ ઢસા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, દિયર વિજય ભીખાભાઈ ઓળકિયા, દેરાણી અલ્પાબેને આવીને કહેલ કે, જમીન પર નવા મકાન બનાવ્યા છે. જમીનમાં ભાગ આપવાનો નથી અને ત્રણ દિવસમાં જેસીબી ફરી જશે તેવી વાત કરતા હતા તે દરમિયાન દેરાણીએ કરમશી ભીખાભાઈ ઓળકિયા અને તેના પુત્ર હસમુખને બોલાવી લીધા હતા. દરમિયાનમાં જમીન બાબતે બન્ને પરિવાર વચ્ચે ઉગ્ર બોલા ચાલી થતાં મામલો બિચકયો હતો અને ચારેયે લાખંડના પાઇપ વડે રશીલાબેન અને પતિ નીરૂૂભાઇ તથા પુત્ર રાહુલભાઈ અને અનિલભાઈને ઈજા પહોંચાડતા હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે રસિલા બહેને મહિલા સહિત ચાર વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

Tags :
crimeGadhadaGadhada NEWSgujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement