ભાવનગર પંથકમાં જમીન વેચવા બાબતે ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા
જળ જમીન અને જોરૂૂ એ ત્રણ કજિયાના છોરું. આ ઉક્તિને સાર્થક કરતો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં કૌટુંબિક જમીન વેચવા બાબતે મોટાભાઈ એ નાના ભાઈ સાથે ઝઘડો કરી ધારિયા નો ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી.
ખુન આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વેરાવદર -ભાલ પંથકના સવાઈ નગર ગામે રહેતા ચંદુભાઈ બટુકભાઈ પરમાર ઉપર તેના જ મોટાભાઈ મુકેશભાઈ બટુકભાઈ પરમાર એ ધારિયાનો ઘા ઝીંકી દઈ ખૂની હુમલો કરતા તેને લોહિયાર હાલતે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવવાની જાન થતા જ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જે. ગોર તથા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ કરી હતી. આરોપી મુકેશભાઈ ને જમીન વેચવી હતી પરંતુ નાના ભાઈએ ના પાડતા આ બાબતે ઝઘડો થયો હતો અને ઉગ્ર બોલાચાલીમાં ખૂની હુમલો કર્યો હતો તેમ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.