રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાયલામાં પરિણીતાને મળવા ગયેલા યુવાનને ટપારનાર દિયરની હત્યા

11:32 AM Feb 27, 2025 IST | Bhumika
Advertisement

ફરસીનો એક ઘા જીવલેણ સાબિત થયો, હત્યા બાદ પરિણીતા ગુમ થતા પોલીસની દોડધામ

Advertisement

સાયલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાના છેલ્લા કેટલાક સમયથી ધજાગરા ઉડાડતી ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે પખવાડિયા પહેલા સાયલામાં યુવાનની કરપીણ હત્યા અને શીરવાણીયા ગામે થયેલ ફયરિંગની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં તાલુકાના અંતરિયાળ મોટા ભડલા ગામે પ્રેમ સંબંધ બાબતે યુવાનની કરપીણ હત્યાનો બનાવ ઉજાગર થતા ચકચાર મચી જવા પામી છે.

સાયલા તાલુકાના છેવાડાના સુખભાદર નદીને કાંઠે આવેલા મોટા ભડલા ગામે મોડી રાતના સમયે પરિણીત પ્રેમિકાને મળવા આવેલા ગામના જ સતો ઉફ્રે સતિષ ખરગીયા નામના શખ્સની જાણ થતા ઘરના લોકો જાગી જતા તે ભાગીને પોતાના ઘેર છુપાઈ ગયો હતો. આ બાજુ પરિવારના ત્રણથી ચાર લોકો તેના ઘરે જતા સમયે સતાએ આવેશમાં આવી ત્યાં પહોંચેલા લોકોમાંથી ભુરાભાઈ વશરામભાઇ ખરગીયા નામના યુવાનના માથાના ભાગે પર ફરસીનો ઘા ઝીંકી દેતા લોહીના ફૂવારા ઉડયા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેનું કરુણ મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

મોટા ભડલા ગામે હત્યાના ચકચારી બનાવની વધુમાં મળતી વિગતો પ્રમાણે ગામમાં રહેતા સતા ઉફ્રે સતિષ ભોટાભાઈ ખરગીયાને તેનાં જ કુંટુંબના બોઘાભાઈ ની પત્ની લખીબેન સાથે છેલ્લા ચારેક વર્ષ અગાઉ આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્ને અવારનવાર છાનામાના એક બીજાને મળતા હતા. મંગળવારની રાતે એકાદ વાગ્યાના અરસામાં સતો ઉફ્રે સતિષ લખીબેનને મળવા તેના ઘરે ગયો તે સમયે ઘરના લોકો જાગી જતા દેકારો બોલી ગયો હતો. રાતના સમયે થયેલ દેકારા બાદ સતો ઉફ્રે સતિષ ત્યાંથી નાસી છૂટી પોતાના ઘરમાં ઘૂસી ગયો હતો.

બોઘાભાઈ, તેમના ભાઈ ભુરાભાઈ સહિત ત્રણ થી ચાર લોકો સતાને આ અનૈતિક સંબંધ બાબતે સમજાવવા તેના ઘરે જતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને સમજાવવા સમયે તેણે કહેલ કે તમે બધા અહીંથી જતા રહો નહીંતર હું તમને બધાને મારી નાખીશ કહી તેની પાસે રહેલ ફરસીનો ઘા ત્યાં ઊભેલા ભુરાભાઈના માથા પર કરતા રાડારાડી બોલી ગઈ હતી. આરોપી સતા દ્વારા કરાયેલ ફરસીનો ઘા મરણતોલ સાબિત થતા સારવાર મળે તે પહેલા જ ભુરાભાઈનું કરુણ મૃત્યું થતા ખોબા જેવડા મોટા ભડલા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.મળતી માહિતી પ્રમાણે આરોપી સતા ઉફ્રે સતિષ ને પણ રાતના સમયે થયેલ બોલાચાલી બાદ હત્યાની ઘટનામાં ઇજાઓ થવા પામી હતી.

તેથી તેને પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હાલ તેની પૂછપરછ કરવામાં આવી હોવાનો વિગતો પણ બહાર આવી છે. સંબંધમાં કાકી થતી એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધના કરુણ અંજામમાં મહિલાનાં દિયર એવા યુવાને જીવ ગુમાવ્યો છે. ત્યારે મૃતકના ભાઈ ગેલાભાઈ વશરામભાઇ ખરગીયા દ્વારા આરોપી સતા ઉફ્રે સતિષ ભોટાભાઈ ખરગીયા વિરૂૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ ધજાળા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

હત્યાના બનાવની જાણ થતા લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, ધજાલા પોલીસ સહિતનો કાફ્લો ત્યાં દોડી ગયો હતો અને હત્યારા સતા ખરગીયા ના ઘર પાસે તથા મૃતકના ઘર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પાળીયાદ હોસ્પિટલ ખાતે મૃતક યુવાન ના પોસ્ટમાર્ટમ બાદ પોલીસ પહેરા વચ્ચે યોજાયેલ અંતિમવિધિમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સાયલા તાલુકાના મોટા ભડલા ગામે બનેલ યુવાનની કરપીણ હત્યાના બનાવમાં મૃતકની ભાભી અને હત્યારાની પ્રેમિકા એવી મહિલા લખીબેન પણ સવારના ઘરેથી ગુમ થઇ ગઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું જ્યારે તંત્ર દ્વારા પરણિત મહિલાને શોધવા માટે પણ પોલીસ ટીમને કામે લગાડી દીધી હતી. પરંતુ સાંજ સુધી તેની પણ કોઈ ભાળ નહીં મળતા તેણે પણ કોઈ અનિચ્છનીય પગલું ભર્યું છે કે કેમ તેવા અનેક રહસ્યો સર્જાયા છે.

Tags :
crimegujaratgujarat newsmurderSaylaSayla news
Advertisement
Next Article
Advertisement