ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનપા અને જેટકોમાં નોકરી આપવાના બહાને ભાઇ-બહેન સાથે 3 લાખની ઠગાઇ

04:35 PM Jan 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગઠિયાએ નોકરી અપાવી દેવાના બહાને ભાઇ-બહેન અને સહેલીને ગાંધીનગર, વડોદરા અને અમદાવાદ ફેરવી ઉપલેટાના શખ્સે નાણાં પડાવ્યા

Advertisement

ભેજાબાજે નિમૂક લેટર અને તાલીમ લેટરો આપ્યા, ઓથોરીટીઝ ઓફિસે તપાસ કરતા બનાવટી હોવાનું ખુલ્યુ : ધરપકડ

સરકારી નોકરી આપવાના બહાને હાલ લેભાગુ તત્વો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ પાસેથી નાણા ખંખેરી રહયા છે ત્યારે રાજકોટ શહેરમા એક ઘટના સામે આવી છે. જેમા જામનગર જીલ્લાના લાલપુરમા રહેતા ભાઇ - બહેનને મહાનગરપાલિકામા તેમજ જેટકોમા વિદ્યૃત સહાયકની નોકરી અપાવી દેવાના બહાને ઉપલેટાના મોટી વાવડીમા રહેતા શખ્સે રૂ. 3 લાખ પડાવી લીધાની પોલીસમા ફરીયાદ નોંધાવાઇ છે આ મામલે પોલીસે આરોપીને પકડી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ. મળતી વિગતો મુજબ લાલપુરમા દ્વારકાધીશ પાર્કમા રહેતા ઉપાસનાબેન નામના યુવતીએ ઉપલેટાના મોટી વાવડી ગામે રહેતા પ્રતીક કિરીટભાઇ ડઢાણીયા વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસમા ફરીયાદ નોંધાવતા પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમા પીએસઆઇ વી. જી. ડોડીયા અને સ્ટાફે આરોપીને પકડી લઇ કાયદાનુ ભાન કરાવ્યુ હતુ અને આરોપી વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત તેમજ ડુપ્લીકેટ ડોકયુમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરાવવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ઉપાસનાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ હાલ લાલપુરમા આવેલા આરોગ્ય કેન્દ્રમા નર્સીંગની નોકરી કરે છે. તેમણે પાંચેક વર્ષ પહેલા 2019 મા નર્સીંગનો કોર્ષ પુર્ણ કર્યો હતો અને લાલપુર તેમજ ડબાસંગ ગામે આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે એક વર્ષ નોકરી કરેલી હતી અને ત્યારબાદ માર્ચ 2024 થી ઓગષ્ટ 2024 સુધી રાજકોટના કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પીટલમા નર્સીંગની નોકરી કરી હતી તેણીની મોટી વાવડી ગામે રહેતી બહેનપણી મોનાલીબેન સોલંકી પણ તેમની સાથે વોકહાર્ટમા નોકરી કરતી હતી તે દરમ્યાન ઓગષ્ટ 2024 મા મોનાલી મારફતે તેમના ગામના પ્રતીક દઢાણીયા કે જેઓ રાજકોટ મનપામા નોકરી અપાવે છે તેવી વાત કરતા ઉપાસનાએ પોતાને મહાનગરપાલિકામા નોકરી કરવી હોવાનુ જણાવ્યુ હતુ જેથી મોનાલીએ ઉપાસનાને પ્રતીકને ઇન્સ્ટાગ્રામ આઇડી આપ્યુ હતુ. આ દરમ્યાન પ્રતિકે ઉપાસનાને તમને જામનગર બાજુ નોકરીનુ કરાવી આપીશ તેમા રૂપીયાનો ખર્ચો થશે તેમ જણાવ્યુ હતુ અને જામનગરમા નોકરી ન થાય તો રાજકોટ મનપામા નોકરી કરાવી આપીશ તેવુ વચન આપ્યુ હતુ અને તેમણે તેમના મોબાઇલ નંબર શેર કર્યા હતા. ત્યારબાદ ડોકયુમેન્ટની લેતી દેતી થઇ હતી.

બાદમા તા. 11-8-24 ના રોજ પુષ્કરધામમા આવેલી ગૌરી ગર્લ્સ હોસ્ટેલ પર ઉપાસનાને પ્રતીકનો ફોન આવ્યો હતો અને તમારૂ જામનગર મહાનગરપાલિકામા નોકરીનુ થઇ જશે તેવુ વચન આપી રૂપીયા અઢી હજાર પડાવ્યા હતા. ત્યારબાદ 12-8 ના રોજ 4 હજાર રૂપીયા અને 13-8 ના રોજ 3પ00 રૂપીયા ગુગલ પે થકી પડાવ્યા હતા અને બાદમા તા. 15-8 ના રોજ પ્રતિકે તબીબી અધિક્ષક રાજકોટ મનપા સ્ટાફ નર્સ વર્ગ 7 મા કરાર આધારીત નોકરી પર હાજર થવા માટેનો ઓર્ડર હોસ્ટેલ પર આવ્યો હતો. ત્યારબાદ પ્રતીક ગાંધીનગર સચીવાલય , બરોડા અને અમદાવાદ ઉ5ાસના અને મોનાલીને લઇ ગયો હતો ત્યા સચીવાલયની સામે બંનેને ઉભા રાખી અને જુનો ઓર્ડર રદ કરાવી નવો ઓર્ડર કઢાવવા માટેના પૈસા પડાવ્યા હતા.

ત્યારબાદ પ્રતીકે તા. 6-9-24 થી 17-9-24 સુધી ગાંધીનગર સચીવાલયમા ટ્રેનીંગ લેવા જવાનુ જણાવ્યુ હતુ જેથી તા 5-9-24 ના મોનાલી તથા પ્રતીકની કારમા ઉપાસના સચીવાલયની સામે આવેલી બિલડીંગ પાસે ગયા હતા જયા મોનાલી અને ઉ5ાસનાને બહાર જ ઉભા રાખી અને પ્રતીક અંદર ગયો હતો અને પરત આવીને તમને મનીષાબેન શાહ ટ્રેનીંગ આપવાના છે કહયુ હતુ અને ટ્રેનીંગ સેન્ટર વડોદરા છે તેમ કહયુ હતુ ત્યારબાદ મનીષા મેડમે ટ્રેનીંગનો રીપોર્ટ આપ્યો છે તેમ કહી આણંદ બી. વી. કોલેજ ખાતે એક દિવસની ટ્રેનીંગ છે તમારૂ મેરીટ લીસ્ટ બનશે તેવુ કહી 16-9 ના તમારી ટ્રેનીંગ શરૂ થઇ જશે તેમ કહયુ હતુ જેથી ઉપાસના અને મોનાલી ગાંધીનગર ખાતે પીજીમા રોકાયા હતા તેમજ ઉ5ાસના ભાઇ ભાર્ગવને પણ જેટકોમા વિદ્યૃત સહાયકની નોકરીની લાલચ આપી હતી અને આમ આ પ્રતીકે બંને ભાઇ - બહેન પાસેથી અલગ અલગ સમયે રોકડ તેમજ ઓનલાઇન પેમેન્ટથી 3.8 લાખ રૂપીયા પડાવ્યા હતા. આ સમગ્ર ઘટનામા તારીખ પર તારીખ આપી રહેલા પ્રતીકની વાત તેમના પિતાને કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમા તપાસ કરતા આરોપી પ્રતિકે ફરીયાદી ભાઇ - બહેનને આપેલા ઓર્ડર નકલી હોવાનુ માલુમ પડયુ હતુ અને આરોપીની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ.

યુવતીએ સરકારી નોકરીની લાલચમાં ખાનગી નોકરી છોડી, સહેલીઓ પાસેથી ઉછીના નાણા પણ લીધા !
છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતની ઘટનામા ઉપલેટાના મોટી વાવડીમા રહેતા પ્રતીક ડઢાણીયાની પોલીસે ધરપકડ કરી છે તેમજ પોલીસે આ અંગે જણાવ્યુ હતુ કે કોઇપણ વ્યકિત સરકારી નોકરીની લાલચ આપી પૈસા પડાવે તો તુરંત પોલીસનો સંપર્ક કરવો આવી કોઇ લાલચમા ફસાવવુ નહીં. ત્યારે યુનિવર્સિટી પોલીસ મથકમા નોંધાયેલી ફરીયાદમા ફરીયાદી યુવતીને પ્રતીકે સરકારી નોકરીની લાલચ આપી હતી અને યુવતીને અને તેમના ભાઇનો વિશ્ર્વાસઘાત કર્યો હતો તેમજ યુવતીએ સરકારી નોકરીની લાલચમા તેમની સહેલીઓ પાસેથી ઉછીના નાણા લીધા હતા તેમજ તેમણે રાજકોટમા ખાનગી હોસ્પીટલની નોકરી પણ મુકવી પડી હતી. ફરીયાદીના પિતાએ બંને સંતાનોને વિકટ પરીસ્થીતીમા સાંત્વના આપી હતી અને આવી કોઇ લાલચમા ફસાવવુ નહી તેવુ પણ જણાવ્યુ હતુ.

Tags :
crimegujaratgujarat newsMunicipal Corporation and Jetcorajkotrajkot news
Advertisement
Advertisement