ધારેશ્ર્વર સોસાયટીમાં પિતાને સાથે રહેવાનું સમજાવવા જતા ભાઇ-બહેન પર છરીથી હુમલો
ઢેબર રોડ ધારેશ્વર સોસાયટીમાં અલગ રહેતા પિતાને સાથે રહેવા અને સબંધ રાખવા સમજાવવા જતા ભાઈ બહેન સાથે પિતાએ બોલાચાલી કરી અને છરીના ઘા ઝીંકી દેતા તેઓને ઇજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
વધુ વિગતો અનુસાર, સત્યપ્રકાશ સ્કુલની બાજુમા કવિ કલાપી ટાઉનશીપ એ વિંગ પહેલો માળ ફલેટ નં 107માં રહેતા અનુજભાઈ નીલેશભાઇ કાચા (ઉ.વ 21)એ તેમના પિતા નિલેશ કાચા સામે ફરિયાદ નોંધાઈ છે.અનુજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.04/06ના આશરે સાડા નવ વાગ્યાની આસપાસ મારી મોટી બહેન સંજનાબેન રોનકભાઇ અમારા ઘરે આવેલ અને ભાઇ બહેન એ નક્કી કરેલ કે આપણે પિતાને સમજાવવા માટે ઘરે જઇએ જેથી હુ તથા મારા બહેન સંજના મારુ એકટીવા લઇને મારા પપ્પા ના ઘરે જે ઢેબર રોડ ધારેશ્વર સોસાયટી શેરી નં-3 બાલાજી મકાન ખાતે આવેલ ત્યા આશરે સાડા અગ્યારેક વાગ્યે પહોચેલ અને અમો ઘરમા ગયેલ ત્યારે માતા જયશ્રીબેન અને પિતા નિલેશભાઇ હાજર હતા અને ભાઇ બહેન એ મમ્મી પપ્પા ને કહેલ કે આપણે એક બીજાના ઘરે આવવા જવાનુ રાખી જેથી મારા પપ્પા નીલેશભાઇ એ કહેલ કે તમારે અમારા ઘરે આવવુ નહી અને હુ મરી જવ તો પાણી પિવડાવવા પણ ન આવતા તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.તેમજ મંદીરમા પડેલ છરીનો એક ઘા મારા કપાડના ભાગે કરેલ અને બહેન સંજના ને પણ બન્ને હાથે કોણી થી ઉપરના ભાગે બાવડા ઉપર કરતા અમો બન્ને ને લોહી નીકળતા દેકારો થતા અમો ત્યાથી બહેન ને લઇ ને એકટીવા ઉપર ભાઇ બહેન ત્યાથી નિકળી ગયેલ અને મારા બનેવી રોનક ને ફોન કરતા આવી જતા સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને મને માથાના ભાગે કપાળના ભાગે છરીનો ઘા વાગતા આશરે આઠ ટાંકા આવેલ છે અને મારી બહેનને પણ બન્ને હાથે છરી વાગતા ટાંકાઓ આવ્યા હતા.જેથી આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ગોહિલ અને સ્ટાફે તપાસ શરૂૂ કરી હતી.