વઢવાણના ખોડુ ગામે ખાડો ખોદવા મુદ્દે આધેડ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલો
મોરબીમાં યુવાને પોતાની જાતે પગમાં છરી હુલાવી દીધી
વઢવાણનાં ખોડુ ગામે પાણીનો ખાડો ખોદવા મુદે આધેડ પર ભાઇ અને ભત્રીજાએ પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વઢવાણનાં ખોડુ ગામે રહેતા હીરાભાઇ પાલાભાઇ મકવાણા (ઉ.વ. પપ) સાથે તેનાં ભાઇ નાનજી અને ભત્રીજા વિપુલે પાણીનો ખાડો ખોદવા મુદે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. બીજા બનાવમા મોરબીમા રહેતા રઘુરાજસિંહ હરીસિંહ રાઠોડ નામનાં 3ર વર્ષનાં યુવાને કોઇ અગમ્ય કારણસર પોતાની જાતે પગમા છરી હુલાવી દીધી હતી . યુવકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.