પહેલા લગ્નનું છૂટુુ થયું ત્યાંથી મળેલા 1 કરોડ લઈ આવ, પરિણીતાને સાસરિયાનો ત્રાસ
મવડી મેઈન રોડ પર આસ્માન એવન્યુ બિલ્ડિંગમાં માવતરને ત્યાં છેલ્લા આઠેક મહિનાથી રહેતી ધારાબેન (ઉ.વ. 31)એ પતિ ઉતમ રમેશભાઈ ભાંખર, સાસુ-ભાનુબેન (રહે. બંને પેડક રોડ, સેટેલાઈટ પાર્ક), નણંદ નીધિબેન અને નણદોયા હાર્દિક કાંતિભાઈ નાકરાણી (રહે. બંને આજવા રોડ, વડોદરા) વિરૂૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
જેમાં ધારાબેને જણાવ્યું છે કે 2023માં ઉતમ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સંયુકત કુટુંબમાં રહેવા આવી હતી. તેના પહેલાં લગ્ન 5 વર્ષ પહેલાં થયા હતા. પતિ સાથે મનમેળ નહીં થતા છૂટાછેડા લઈ લીધા હતા. પહેલાં લગ્નથી સંતાનમાં કાંઈ નથી.બીજા લગ્નના બીજા જ દિવસે નણંદે તેની શારીરિક ચકાસણી કરી કહ્યું કે તારૂૂં પહેલું છૂટું થયું ત્યાં તું છોકરા મૂકીને આવી નથીને તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. પતિ અને નણંદે કહ્યું કે તારા પહેલા લગ્નનું છુટું થયું ત્યાંથી મળેલા 1 કરોડ રૂૂપિયા લઈ આવ. પતિને દારૂૂ પીવાની ટેવ હતી અને દેણું પણ થઈ ગયું હતું. જેથી દેણું ભરવા માટે તેના પિયર પક્ષે પૈસા આપ્યા હતા. સાસુ કહેતા કે મારા પુત્રની પહેલી પત્ની કેટલંલ બધું લાવી હતી, તું કાંઈ લાવી નથી. નણંદના ઘરે પતિ અને સાસુ સાથે રોટલો ખાવા ગઈ હતી ત્યારે નણંદ અને નણદોયાએ ઝઘડો કર્યો હતો.
તે સવારે જમવા બેસે ત્યારે સાસુ ડીશમાં પાણી નાંખી દેતાં હતા. એટલું જ નહીં ઘરના કામકાજ બાબતે ઝઘડો કરી નાની- નાની વાતમાં મેણાંટોણાં મારતા હતા. એક દિવસ પતિએ પણ ઝઘડો કરી બે- ત્રણ તમાચા ઝીંકી દીધા હતા. સાસુ કામવાળીની જેમ કામ કરાવતા હતા. પતિ અને સાસરિયાઓના માનસિક ત્રાસને લીધે આઘાત લાગતા તેના સારા દિવસોનો અંત આવ્યો તેવું તેને લાગે છે. તેના વડીલોએ અવાર- નવાર સમાધાનની કોશિષ કરી હતી. પરંતુ પતિ સમાધાન કરવા માંગતા ન હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.