જામનગરના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઈ : કચ્છની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ
યુવાનને ભચાઉ બોલાવી યુવતી સાથે લગ્ન કરાવી 1.10 લાખ પડાવ્યા હતા: ટોળકીની શોધખોળ
જામનગરમાં રહેતા એક યુવાનને ભચાઉ બોલાવી યુવતી સાથે લગ્ન કરાવી રૂૂા. 1.10 લાખ લઇ લેવાયા હતા. બાદમાં યુવાનની પત્ની નાસી જતાં પરત આવી નહોતી તેમજ તેમને રૂૂપિયા પણ પરત ન મળતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જામનગરના ચાવડા ગામ (જામવળથરી)માં રહી મજૂરી કામ કરનાર ફરિયાદી મૂળજી પાલા પરમાર અપરિણીત હોવાથી ક્ધયાની શોધખોળ કરી રહ્યા હતા. દરમ્યાન તેમના સંબંધી તુલસીભાઇએ ભચાઉના ધર્મેન્દ્રના નંબર આપ્યા હતા અને તે કોર્ટ મેરેજ કરાવી આપશે તેવું કહ્યું હતું.
બાદમાં ફરિયાદી અને ધર્મેન્દ્ર વચ્ચે વાત થતી હતી. આરોપીએ બાદમાં ફરિયાદીને યુવતીના ફોટા મોકલાવ્યા હતા, જે તેને પસંદ આવતાં ફરિયાદી ભચાઉ આવ્યા હતા અને ત્યાં તેમને જ્યોતિ ચમન મહેશ્વરી નામની યુવતી બતાવાઇ હતી. ફરિયાદી અને જ્યોતિએ વાત કર્યા બાદ બંનેએ પરણવાનું નક્કી કરતાં ફરિયાદરએ ધર્મેન્દ્ર તથા ઘનશ્યામને રૂૂા. 1.10 લાખ આપી દીધા હતા. બંનેના નોટરી પાસે લખાણ કરાવી આ દંપતી ઘરે ગયું હતું જ્યાં આ યુવતી ત્રણ દિવસ રહ્યા બાદ નાસી ગઇ હતી. ફરિયાદીએ ધર્મેન્દ્રને વાત કરતાં પોતે યુવતીને શોધી લાવવા અથવા પૈસા પરત આપવાની વાત કરી હતી, પરંતુ બંનેમાંથી કોઇ ન મળતાં અંતે આ યુવાને પોલીસ મથકે ફરિયાદી નોંધાવી હતી.