મોરબીમાં લૂંંટેરી દુલ્હન, બે લાખ લઇ લગ્ન કર્યા બાદ ફરાર, દલાલ સહિતના સામે ફરિયાદ
મોરબીના સતવારા પરિવારના દીકરા સાથે દલાલોએ રૂૂપિયા 2 લાખ લઈ પરણાવેલ ક્ધયા લગ્નના ત્રણ દિવસ બાદ માનતા પુરી કરવા જવાનું કહ્યા બાદ રફુચક્કર થઈ જતા લૂંટરી દુલ્હનનો ભોગ બનેલા પરિવારે કચ્છના શિકારપુરના બે દલાલ તેમજ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદરપુર ગામની માતા પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.
મોરબીના માધાપર શેરી નંબર 6મા રહેતા ફરિયાદી મહેશભાઈ નવઘણભાઈ ડાભીએ આરોપી કનુભાઈ અને હરેશભાઇ રહે.બન્ને શિકારપુર પાટિયા, કચ્છ તેમજ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદરપુર ગામે રહેતા પ્રવિણાબેન ઝાલા અને તેમની પુત્રી મીનાક્ષી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂૂ.2 લાખ લઈ તેમના પુત્ર કાનજી સાથે મીનાક્ષીના લગ્ન કર્યા બાદ ત્રણ દિવસ બાદ મીનાક્ષી પલાયન થઈ જતા ચારેય વિરુદ્ધ છેતરપિંડી આચરવા સબબ ફરિયાદ નોંધાવી હતી.
મહેશભાઈ ડાભીએ પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પુત્ર કાનજીના લગ્ન કરવા હોય તેમના પરિચિત મારફતે આરોપી એવા લગ્ન દલાલ કચ્છના કનુભાઈ તેમજ હરેશભાઈનો સંપર્ક કરતા બન્ને આરોપીઓએ લગ્ન થઈ જશે તમારે બે લાખ આપવા પડશે કહી આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદરપુરા લઈ ગયા હતા. જ્યાં પ્રવિણાબેન સાથે મુલાકાત કરાવી મીનાક્ષી નામની ક્ધયા બતાવી હતી. બાદમાં આ પ્રવિણાબેન મીનાક્ષીને લઈ મોરબી આવ્યા હતા અને બન્ને દલાલની હાજરીમાં માતાજીના મઢમાં હારતોરા કરી લગ્ન કરાવ્યા હતા. લગ્નના ત્રણ દિવસ બાદ લૂંટરી દુલ્હન મીનાક્ષીએ માતાના ઘેર માનતા પુરી કરવા જવાનું કહી પાંચેક દિવસમાં પરત આવશે તેમ કહી ચાલી ગયા બાદ પરત ન આવતા બનાવ અંગે મહેશભાઈ ડાભીએ કનુભાઈ અને હરેશભાઇને સમગ્ર હકીકત જણાવી હતી.
બાદમાં બધા સાથે મળી સુંદરપુરા જતા મીનાક્ષીએ મોરબી આવવાની ના પાડી દીધી હતી.જેથી મહેશભાઈ ડાભીએ બન્ને દલાલ પાસેથી નાણાં પરત માંગતા 50 હજાર પરત કરવામાં આવ્યા હતા.બીજી તરફ બન્ને માતાપુત્રી ઘરને તાળા મારી ફરાર થઇ ગયા હોય મહેશભાઈએ લૂંટરી દુલ્હન અને દલાલ સહિતનાઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.