For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બ્રાસપાર્ટના કારખાનેદાર સાથે આફ્રિકન કંપનીના નામે રૂા.13 લાખની છેતરપિંડી

12:22 PM Jan 07, 2025 IST | Bhumika
બ્રાસપાર્ટના કારખાનેદાર સાથે આફ્રિકન કંપનીના નામે રૂા 13 લાખની છેતરપિંડી

જામનગરના બ્રાસપાર્ટમાં આવેલી જે.પી. બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના માલિક નિલેશભાઈ ગાંડુભાઈ ગઢીયા સાથે 13 લાખ રૂૂપિયાની સાયબર છેતરપિંડી થઈ છે. આફ્રિકન દેશ ઘાનાની યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ પ્રોજેક્ટના એજન્ટ તરીકે પોતાની ઓળખ આપીને એક શખ્સે નિલેશભાઈ સાથે સંપર્ક કર્યો હતો અને મોટા ઓર્ડરની લાલચ આપી હતી. આ શખ્સે વિવિધ બહાના બનાવીને નિલેશભાઈ પાસેથી કુલ 13 લાખ રૂૂપિયા પડાવી લીધા હતા. જ્યારે નિલેશભાઈને છેતરપિંડી થઈ હોવાનું જણાયું ત્યારે તેમણે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂૂ કરી છે.

Advertisement

પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં જે. પી. બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનાં નામે વેપાર કરતા રાજકોટ જિલ્લાનાં ધોરાજીનાં રહેવાસી નિલેશભાઇ ગાંડુભાઇ ગઢીયાને ટોની મુશરી નામનાં શખ્સે ઇ-મેઇલ મારફત સંપર્ક કરી આફ્રિકન દેશ ઘાનાની યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ પ્રોજેક્ટનાં એજન્ટ તરીકે ઓળખ આપી હતી, અને હાર્ડવેર પાર્ટસની ઇન્ક્વાયરી કરી હતી. આ શખ્સે મોટા ઓર્ડરની લાલચ આપી ટેક્સ વગેરે જમા કરાવવા કહ્યું હતું.

નિલેશભાઈ પ્રાથમિક ખરાઇ કર્યા પછી વિદેશી શખ્સનાં જણાવ્યાનુસાર સૌપ્રથમ કંપની સંબંધિત ફોરેક્સ એજન્ટ કોર્ટ રજીસ્ટ્રેશન ફી તરીકે રુ. 35,900 હૈદરાબાદની ઇન્દુ એન્ટરપ્રાઇઝનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જે પછી ઘાના દેશમાં વેપાર માટે એડવાન્સ ટેક્સ ભરવો પડશે એવુ જણાવી જુદા જુદા ખાતામાં રૂૂ. 6,79,900 તથા રૂૂ. 4,95,798 રકમ ટ્રાન્સફર કરેલ હતી.

Advertisement

એ પછી વધુ 17 લાખથી વધુની રકમ ભરવાની હોવાનું જણાવતાં નિલેશભાઇને તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થયો હતો. કુલ 13 લાખથી વધુની છેતરપીંડી અંગે નિલેશભાઇએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 દ્વારા સાયબર પોલીસને ફરીયાદ નોંધાવતાં પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આ

Advertisement
Tags :
Advertisement
Advertisement