કંપનીના 54 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં બ્રાંચ મેનેજરના જામીન મંજૂર
રાજકોટમાં નવાગામ ખાતે આવેલ ઈમ્પિરીયલ મોટર્સ સ્ટોર્સની ઓફીસમાં એન્સીલરી ડિપાર્ટમેન્ટમાં બ્રાન્ચ મેનેજર તરીકે હોદ્દાનો દૂરઉપયોગ કરી, બોગસ કંપનીના બિલો બનાવી તથા ખોટા પેમેન્ટ ઓર્ડર બનાવી કંપનીનો રૂૂા.54,01,639/-નો ઓટો પાર્ટસનો માલ જુદા જુદા વ્યક્તિઓને વહેંચી દઈ કંપની સાથે છેતરપિંડી અને વિશ્વાસધાતની ફરિયાદમાં બ્રાન્ચ મેનેજર હેમલ શરદભાઈ પારેખની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, નવાગામ ખાતે ઈમ્પીરીયલ મોટર્સ સ્ટોર્સમાં કંપનીના અધિકારીઓએ માલસ્ટોકનું ઓડિટ કરતા તેમાં લાખો રૂૂપિયાની કિંમતના બોગસ બિલો તથા માલ ઓછો દર્શાયેલ જે અંગે બ્રાન્ચ મેનેજર હેમલ શરદભાઈ પારેખે શહેરમાં બે કે પાંચ વર્ષ પહેલા બંધ થઈ ગયેલ કુલ 17 જેટલી પેઢીના નામે લાખો રૂૂપિયાના બોગસ બિલ બનાવી બિલ મુજબનો માલ અન્ય પાર્ટીને વેચી દીધાનું અને અમુક માલ ગોડાઉનમાંથી ગેરકાયદે રીતે તેમજ ખોટા પેમેન્ટ ઓર્ડર બનાવી તે મુજબનો માલ બિલ બનાવ્યા વગર બારોબાર વેચી દઇને કુલ રૂૂા.54,01,639 ના માલનું કૌભાંડ આચાર્યું હોવાનું બહાર આવતા કંપનીના મુંબઈ સ્થિત હેડ ઓફીસના લીગલ ઓફીસર નિલેશભાઈ શાહે બ્રાન્ચ મેનેજર હેમલ શરદભાઈ પારેખ વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપી હેમલ પારેખએ પોલીસ ધરપકડની દેહશતથી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરતા તે અરજી સેશન્સ જજ પી.એસ.બ્રહ્મભટ્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરાગ શાહ અને મુળ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવી દલીલમાં આરોપીએ 54 લાખથી વધુ રકમની ઉચાપતનો ગુનો કર્યાનું કબુલ કરી કંપની પાસે માફી પણ લેખિતમાં માંગેલ છે, જે જો બેતાં આરોપી વિરૂૂધ્ધ પ્રથમ દર્શનીય કેસ હોય આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરવા યોગ્ય ન હોવાનું જણાવી આરોપી હેમલ પારેખની આગોતરા જામીન અરજી નામંજુર કરી છે. આ કામે સરકાર પક્ષે એ.પી.પી. પરાગ શાહ રોકાયા હતા.