શાસ્ત્રી મેદાનમાંથી 24 કિલો ગાંજા સાથે મંગાવનાર અને ખરીદનાર બન્ને ઝડપાયા
શહેરના શાસ્ત્રી મેદાનમાંથી શહેર એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી ઓરિસ્સાથી 24 કિલો ગાંજા લાવનાર અને મંગાવનાર બંનેને ઝડપી લઇ રૂૂ.2.95 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. 15 હજાર રૂૂપિયા માટે ખેપીયો ગાંજો લાવ્યાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યુ હતું.
મળતી વિગતો મુજબ શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા ઈસમો પર ખાચ વોચ રાખવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચના આપી હોય જે અન્વયે એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વો ઉપર વોચ રાખી હતી તે દરમિયાન એસઓજીના હાર્દિકસિંહ પરમાર અને દિગ્વિજયસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, શાસ્ત્રીમેદાનમાં બે શખસો ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો અને પ્લાસ્ટીકના 3 થેલા માંથી રૂૂ.2.40 લાખના 24 કિલો અને 69 ગ્રામ ગાંજાના જથ્થા સાથે નાનામવા રોડ પર આવેલ આસએમસી કવાર્ટર નં 1468માં રહેતો કાર્તિક ઉર્ફે ભોલો કાનજીભાઈ ગોહેલ (ઉ.33) અને કોઠારીયા રેલ્વે સ્ટેશનની સામે 25 વારીયા કવાર્ટર નં 97માં રહેતો જીવાભાઈ હાથીયાભાઈ ચુડાસમા (ઉ.42)મો ધરપકડ કરી હતી. કુલ રૂૂ.2.95 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
એસઓજીની ટીમની પ્રાથમિક પુછપરછમાં કાર્તિકે ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો અને જીવા ચુડાસમા ગાંજાનો જથ્થો લાવવા ઓરિસ્સા ગયો હતો બાદ ટ્રેન મારફતે વડોદરા આવ્યો હતો અને ત્યાંથી બસ મારફતે રાજકોટ પહોંચ્યો ત્યારે કાર્તિક બાઈક લઈ તેડવા આવ્યો હતો અને જીવાને આ કામના રૂૂ. 15 હજાર મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ પી. આઈ એસ.એમ.જાડેજા,પીએસઆઇ એસ. બી. ધાસુરા સાથે સ્ટાફના ઇન્દ્રજીતસિંહ જાડેજા, મૌલિકભાઈ સાવલિયા,ફિરોઝભાઈ રાઠોડ, અરુણભાઈ બાંભણીયા,યોગેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા,ધર્મેન્દ્રસિંહ ઝાલા ,મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.