સ્ત્રી મિત્ર સાથેના વેપારીનો ફોટો વાયરલ કરનાર બન્ને આરોપી એક દિ’ના રિમાન્ડ પર
બ્લેકમેલ કરી અગાઉ 50 હજાર પડાવ્યા છતાં વીડિયો વાયરલ કર્યો’તો: જેની પાસેથી ચોકલેટ ખરીદી તે વેપારીએ જ ખેલ પાડયો
જામનગરના ફ્રુટના એક વેપારીએ પોતાની સ્ત્રી મિત્ર સાથે એકબીજાને મોઢું અડાડીને ચોકલેટ ખાવાનો વિડીયો વાયરલ કરવા બાબતે બ્લેકમેલ કરનાર ચોકલેટ ના વેપારી અને તેના કર્મચારીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઇ છે, અને બંનેને એક દિવસના રિમાન્ડ પર લેવાયા છે. તેઓના મોબાઇલ ફોન કબજે કરાયા છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને ફ્રુટનો વેપાર કરતા ફારૂૂકભાઈ કાદર ભાઈ નામના મેમણ વેપારી કે જેઓએ પોતાની પાસેથી રૂૂપિયા 50,000 પડાવી લેવા અંગે તેમજ વધુ રૂૂપિયા એક લાખની માંગણી કરતાં તે રકમ ન આપી હોવાથી પોતાનો અને પોતાની સ્ત્રી મિત્ર નો વિડીયો વાયરલ કરી દેનાર ડ્રાય ફ્રુટ- ચોકલેટના વેપારી અબ્દુલ સતાર ઉર્ફે અબુ કાસમભાઇ લાખાણી અને તેના માણસ સમીર રાવકડા સંધિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના બનાવે શહેરભર માં ભારે ચકચાર જગાવી હતી, અને પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોકલેટના વેપારી અને તેના કર્મચારી બંનેની ધરપકડ કરી લીધી હતી.
જેઓને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા છે, જ્યારે બંને આરોપીઓના મોબાઇલ ફોન કબજે કરી લેવામાં આવ્યા છે. બંને આરોપીઓ દ્વારા ફ્રુટ ના વેપારીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા, જેમાં અગાઉ પચાસ હજાર રૂૂપિયા પડાવી લીધા હતા, પરંતુ વધુ એક લાખની માંગણી કરતાં તે આપ્યા ન હોવાથી આખરે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાયો હતો. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા બન્ને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.