કચ્છના જખૌ પોલીસ સ્ટેશનમાંથી કેબલ ચોરીમાં પોલીસમેન સહિત બન્ને આરોપી રિમાન્ડ પર
અબડાસા તાલુકાના જખૌ પોલીસ મથકના મુદ્દામાલ રૂૂમમાંથી વાયર ચોરીના ગુનામાં પકડાયેલો હેડ કોન્સ્ટેબલ અને તેનો સાગરિત પોલીસને હાથ લાગ્યા બાદ બન્નેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ જખૌ પોલીસ મથકે રાયટર હેડ તરીકે રહેલો અને હાલ ભુજ શહેર એ ડીવીઝનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ પ્રવીણ બાબુભાઇ પંડ્યા અને તેની સાથે મદદગારીમાં રહેલા જીમ ટ્રેઇનર એવા આરોપી મૂળ અબડાસાના ગઢવાડા હાલે ભુજની મેહુલ સિટીમાં રહેતા વરુણ ઉર્ફે હીરો કાનજી ગોરડીયાની જખૌ પોલીસે ધરપકડ કરી છે.
આરોપીઓએ પોલીસ મથકના મુદ્દામાલ રૂૂમમાંથી રૂૂપિયા 45 હજારની કિંમતનો વાયર ચોરી કરી ભંગારના વાડામાં વેચી દીધો હતો.મોજશોખ કરવા માટે રૂૂપિયાની જરૂૂરીયાત પડતા ખુદ પોલીસકર્મીએ જ હાથ માર્યાની ઘટના ભારે ચર્ચાસ્પદ બની હતી.પોલીસે બન્નેની અટકાયત બાદ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે.રિમાન્ડ દરમિયાન આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવશે જેમાં વધુ વિગતો સામે આવશે.
આ ઘટના સમગ્ર પોલીસ દળમાં ચર્ચાનું કેન્દ્ર બની છે તેમજ જખૌ પોલીસ મથકના બંધ કેમેરા ચાલુ કરવા પણ તજવીજ હાથ ધરાઇ છે.અગાઉ જખૌમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલે ભુજમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે તેના જીમ ટ્રેનર મિત્ર સાથે મળી મોજશોખ માટે તસ્કરી કરી હતી .