ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગર ગેંગરેપના બન્ને આરોપીઓ જૂનાગઢથી ઝડપાયા

12:53 PM Oct 15, 2025 IST | Bhumika
Advertisement

બ્લેકમેલ કરી અવાર નવાર દુષ્કર્મ આચરી નાશી છૂટેલ, પોલીસે પૂછપરછ શરૂ કરી

Advertisement

જામનગર શહેર માં તાજેતર માં ગેંગરેપ તેમજ બળાત્કાર નો ગુનો નોંધાયો હતો.જેની તપાસ માં પોલીસે ગણતરી ના કલાકો મા જ બંને આરોપીઓ ને જુનાગઢ ની બસ માંથી ઝડપી લીધા છે.

ગઇ તા.11/10/2025 ના રોજ જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. પો.ક.સો એકટ અને દુષ્કર્મ ની કલમ , મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાના ફરીયાદી ની દિકરી ભોગ બનનાર ( ઉ વ.15 ) ને આરોપી જીગ્નેશ શાંતિલાલ પડોશ માં જ રહેતો હોય જેથી ખરાબ કામ કરવાના ઇરાદે પ્રેમ ઝાળમાં ફસાવી સગીર વય નો લાભ લઇ આરોપી એ પોતાના ઘર અંદર અવાર-નવાર બળાત્કાર કરી આ બળાત્કાર ની બધા ને જાણ કરવા ની ધાક-ધમકી આપેલ હોય અને 6 માસના સમય ગાળા માં 10 થી 12 વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

ત્યાર પછી બાદ તા:08/10/2025 ના રોજ આ કામના ફરીયાદીના દિકરી ભોગબનનાર ને બ્લેક મેઇલ કરવા ની ધમકી આપી બોલાવી હતી અને ઇકો કારમાં બેસાડી અપહરણ કરી હાપા યાર્ડ વાળા રોડ ઉપર આવેલ બાવળ ની કાંટમાં લઇ જઇ ઇકો કાર અંદર આ કામના બન્ને હોમતદારો જીગ્નેશ શાંતિલાલ પરમાર અને યશવંત ઉર્ફે ભોલો અમૃતલાલ કણજારીયા એ વારાફરતી ફરીયાદી ની દિકરી ઉપર બળજબરી થી ગેંગ રેપ કર્યો હતો.
જે ગુન્હા ના અનુસંધાને સીટી એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલીક બનાવ સ્થળના તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરેલ તેમજ ટેકનીકલ સોર્સ આધારે તપાસ હાથ ધરી હતી.

તેમજ આરોપીઓના મીત્રો તથા તેઓના ઘરના સભ્યો તેમજ તેઓના સગા સબંધીઓની ઉંડાણપુર્વક પુછપરછ કરતા હ્યુમન રીસોર્સ આધારે હકીકત મળેલ કે આ કામના આરોપીઓ જામનગર બહાર જુનાગઢ, અમરેલી તેમજ બોટાદ બાજુ ચાલ્યા ગયેલ છે .જે આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ 3 ટીમો બનાવી બોટાદ, જુનાગઢ તેમજ અમરેલી તપાસ કરવા મોકલેવામાં આવી હતી. અને ત્રણેય શહેરોના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવેલ જેમાં સર્વેલન્સ સ્ટાફ ને હકિકત મળેલ હોય કે આ કામના આરોપી ઓ જુનાગઢ થી એસ.ટી.બસ માં બેસી નીકળવાના હોય જેથી સ્ટાફના માણસો એસ.ટી.બસ સ્ટેન્ડ માં મુસાફર બની વોચમાં હતા.

દરમ્યાન હ્યુમન રીસોર્સ આધારે હકીકત મળેલ કે આ કામના આરોપીઓ બસમાં બેસીને જુનાગઢ થી કાલાવડ તરફ જાય છે જેથી બસને રોકાવી આરોપીઓ જીગ્નેશ શાંતિલાલ પરમાર ( જાતે સતવારા ઉ વ.30 ધંધો. મજુરી રહે. લાલવાડી જી.ડી.શાહ હાઇસ્કુલ પાછળ શ્રીરામ સોસાયટી જામનગર અને યશવંત ઉર્ફે ભોલો અમૃતલાલ કણજારીયા ( જાતે સતવારા ઉવ.23 ધંધો મજુરી રહે. મહાપ્રભુજી બેઠક પાસે સુર્યમુખી હનુમાન મંદિર સામે વ્રજ વલ્લભ જામનગર ) ને ગણતરી ની કલાકોમાં પકડી પાડી ગેંગરેપનો ગુનો ડીટેક્ટ કરેલ છે .તેમજ મજકુર આરોપીઓ ને અટક કરી વધુ તપાસ શરૂૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarJamnagar gangrapejamnagar newsJunagadhJunagadh NEWSrape case
Advertisement
Next Article
Advertisement