For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુનિવર્સિટી રોડ ઉપરથી 1.53 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો

04:23 PM Jun 09, 2025 IST | Bhumika
યુનિવર્સિટી રોડ ઉપરથી 1 53 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો

શહેરના યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્કમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂા.1.53 લાખની કિંમતની વિદેશી દારૂ ભરેલી અર્ટીકા કાર સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. પુછપરછમાં સપ્લાયર તરીકે સુરેન્દ્રનગરનાં રબારી શખ્સનું નામ ખુલ્યું છે. જેની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે.

Advertisement

મળતી વિગતો મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્ક શેરી નં.8માં દારૂ ભરેલી કાર આવવાની હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જીજે. 3 એમ. આર. 6067 નંબરની અર્ટીકા કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવતાં કારમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની 220 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂા.1.53 લાખની કિંમતનો દારૂ અને અર્ટીક સહિત રૂા.9.54 લાખનો મુદ્દામાલ કબજે કરી અર્ટીકાના ચાલક ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર નં.36માં રહેતાં સુનિલ ઉર્ફે ભોલો સંતોષ દુબેની ધરપકડ કરી હતી જેની પુછપરછમાં આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરનાં જગદીશ રબારીએ ભરી આપ્યો હોવાનું તેણે કબુલ્યું હતું.પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી બી.બી. બસીયાની સુચનાથી પીઆઈ એમ. આર. ગોંડલીયાની ટીમના ચેતનસિંહ ગોહિલ, દિપકભાઈ ડાંગર, કનકસિંહ સોલંકી, ઉમેશભાઈ ચાવડા, ગીરીરાજસિંહ જાડેજા અને સુભાષભાઈ ઘોઘારીએ કામગીરી કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement