For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળમાં 384 વિદેશી દારૂની બોટલ સાથે બૂટલેગર ઝડપાયો

01:31 PM Jan 13, 2025 IST | Bhumika
વેરાવળમાં 384 વિદેશી દારૂની બોટલ સાથે બૂટલેગર ઝડપાયો

રૂા. 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતી પોલીસ

Advertisement

વેરાવળમાંથી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. બ્રાન્ચે વિદેશી દારૂૂની 384 બોટલ તથા વેગનઆર મોટરકાર તેમજ મોટર સાયકલ મળી કુલ રૂૂા.1,29,200 ના મુદામાલ સાથે એક બુટલેગરને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ગીર સોમનાથએલ.સી.બી.ના એ.એસ.આઇ. ગોવિંદભાઇ વંશ, અજીતસિંહ પરમાર, નર્વણસિંહ ગોહેલ, પો.હે.કો.નટુભા બસીયા, મીસીંગ પર્સન સ્કોડના પો.હે.કો. નરેન્દ્રભાઇ પટાટ, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવડીયા સહિતની ટીમે વેરાવળમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે વિદેશી દારૂૂનો જથ્થો લેવા માટે વેરાવળ ડાયમંડ ટોકિઝ પાછળની ગલીમા જતા હકીકત વાળી ફોરવ્હીલ કાર પડેલ હોય અને મોટર કાર પાસે એક કાળા કલરની મોપેડ બર્ગમેન પડેલ હોય જેની તલાસી લેતા વિદેશી દારૂૂ ક્રિમ્પીસ સ્પેશ્યલ વ્હીસ્કી દમણ બનાવટની કંપની શીલ પેક 180 એમ.એલ.ની બોટલો નંગ 384 કી.19,200ની મળી આવતા વેગનઆર મોટરકાર 50,000 તથા મોપડ બર્ગમેન મોટર સાયકલ 50,000 અને મોબાઇલ ફોન 2 10,000 મળી કુલ 1,29,200ના મુદામાલ સાથે આરોપી ગોવિંદ મનુભાઇ વાઢેર રહે. રાખેજ વાળાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે આ દરોડા દરમ્યાન નાસી છુટેલ રમેશ નોંધણ ઝાલા રહે.રાખેજ,રોહિત ઉર્ફે રેમ્બો રહે.વેરાવળ, કોળીવાડા તથા રોહિત રેમ્બોના ત્રણ માણસોને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement