તેલના ડબ્બાની આડમાં દારૂનુ વેચાણ કરતો બુટલેગર ઝડપાયો
રાજકોટ શહેરનાં પેડક રોડ પર સેટેલાઇટ ચોક બોમ્બે સુપર હાઇટસનાં પાર્કીગમા કાર પાર્ક કરી તેલનાં ડબ્બાની આડમા દારૂ વેચતો હોવાની બાતમી મળતા એલસીબી ઝોન 1 ની ટીમે દરોડો પાડી 240 દારૂનાં ચપલા રૂ. 6ર400 અને કાર તેમજ બાઇક સહીત રૂ. 5 લાખ 67 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
વધુ વિગતો મુજબ એલસીબી ઝોન 1 ની ટીમનાં પીએસઆઇ બી. વી. ચુડાસમા, રવીરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ સહીતનાં સ્ટાફે પેડક રોડ પર સેટેલાઇટ ચોક બોમ્બે સુપર હાઇટસનાં પાર્કીગમા કાર પાર્ક કરી તેલનાં ડબ્બાની આડમા દારૂ વેચતો હોવાની બાતમી મળતા દરોડો પાડી બુટલેગર ચંદુ ઉર્ફે સંજયભાઇ ટોપીયાને પકડી લઇ તેમની પાસેથી અલગ અલગ બ્રાન્ડનાં 240 ચપલા સહીત રૂ. પ.67 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી પોતાનાં રોજનાં ગ્રાહકોને દારૂનો જથ્થો વેચતો હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.