મોટા વડાળા ગ્રામ પંચાયતના સભ્ય ઉપર બુટલેગરનો હુમલો
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે તાજેતર માજ ગ્રામ પંચાયત ના સભ્યો દ્વારા ગામ માં બેફામ દારૂૂ વહેચાય છે તેમજ ગામ માં દારૂૂડિયા બેફામ બન્યા છે તેવી જામનગર એસ. પી. અને ગાંધીનગર ગૃહ મંત્રાલય માં પણ લેખિત માં રજૂઆત કરી હતી જે અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ચેકીંગ તેમજ પેટ્રોલિંગ વધારી ગામ માં શંકા ના આધારે વધુ તપાસ હાથ ધરી યોગ્ય પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.જે બાબત થી અમુક ઇસમો નારાજ થતા ગામ ના પંચાયત ના સભ્યો ને જાહેર માં માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો વકર્યો અને પોલીસ સ્ટેશન સુધી પહોચતા પોલીસ દ્વારા ગુન્હો નોંધી આરોપી ની સરભરા કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે .
મોટા વડાળા ગામ ના ઈકબાલ ઉફે રાજુ મોગલ તથા એમના સાગરીતો સાથે અનેક વખત ફરીયાદીને કહેલ કે તુ કેમ આપણા ગામના જીતેશ તથા નિકુજ સાથે ફરે છે તેમ કહીને ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપેલ અને આરોપીએ ફરીયાદી ને તુ કેમ મારી ઓફીસે પોલીસ ને મોકલશ તેમ કહીને ફરીયાદીને મોઢાંના નાકના ભાગે ઢીકો મારતા ફરીયાદી નીચે પડી જતા બાદમા આરોપીએ ફરીયાદીને શરીરે જેમ- ફાવે તેમ ઢીકા પાટુનો માર મારી અને શરીરે મુંઢ-ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુન્હો નોધાયો અને પોલીસ એક્શન માં આવી.
પોલીસના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જીતેશભાઇ ઉર્ફે પ્રફુલ ધીરજભાઈ વાધેલા પોતાના પરીવારના સાથે સુરત થી મોટા વડાળા પોતાના ઘરે સવાર માં પરત આવેલ અને પોતાના પરીવારને મુકીને ગામની બજારમા ગયા. ત્યારે મોટા વડાળા ગામની પંચાયત કચેરી ખાતે પ્રફુલ ધીરજભાઈ વાધેલા ગયા. તે વખતે ગ્રામ પંચાયતે ખાતે મેહુલભાઈ જમનભાઈ વાડોદરીયા તથા ગ્રામપંચાયત ના વી.સી. કીશનભાઈ અશોકભાઈ કોટડીયા તથા ઇકબાલ ઉર્ફ રાજુ નુર મામદભાઇ મોગલ વાળા એમ બધા ત્યાં હાજર હતા.. અને તે વખતે આ ઇકબાલ ઉર્ફે રાજુ મોગલ તે પ્રફુલ ધીરજભાઈ વાધેલા ને કહેવા લાગ્યો કે તુ જીતેશભાઇ ભીમાભાઈ ખટાણા તથા નિકુંજભાઇ જયંતીભાઈ કોટડીયા સાથે શુ કામ રહે છે જેથી તેને પ્રફુલ વાઘેલા એ કહેલ કે બંને મારા મીત્ર છે જેથી હુ તેની સાથે હોવ છુ જેથી આ ઇકબાલ ઉર્ફે રાજુ મોગલ તે ઉશકેરાઇ ગયો અને ભૂંડી ગાળો બોલવા લાગ્યો..અને પ્રફુલ ધીરજભાઈ વાધેલાને કહેલ કે મારી ઓફીસે પોલીસ આવે જ નહી તુ કેમ મારી ઓફીસે પોલીસ ને રેડ કરવા માટે મોકલે છે...
તેમ કહી ઇકબાલ ઉર્ફ રાજુ મોગલે ઉશ્કેરાઈ ને પ્રફુલ ધીરજભાઈ વાધેલાના મોઢા ના અને નાકના ભાગે ઢીકો મારતા ત્યાં હાજર મેહુલભાઇ વચ્ચે પડીને પ્રફુલ ને છોડાવેલ હતો અને આ ઇકબાલ ઉર્ફે રાજુ મોગલ એ જતા જતા પ્રફુલ વાઘેલા ને કહેલ કે જો હવે પછી જો તે કોઇ પોલીસને મારી ઓફીસે મોકલી તો તને જીવતો નહી રહેવા દવ એમ કહીને પ્રફુલ ને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને બાદમા પ્રફુલે ફોન માંથી જીતેશભાઈ ભીમાભાઈ ખટાણા તથા નિકુજભાઇ કોટડીયા ને ફોન કરીને ગ્રામપંચાયત ની ઓફીસે બોલાવેલ હતા અને બાદમા આ બનાવની જાણ કરેલ હતી બધા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેસન ખાતે આવીને મોટા વડાળા ગામના ઇકબાલ ઉર્ફે રાજુ નુરમામદભાઇ મોગલ વાળા વિરૂૂધ્ધમા ગ્રામ્ય પોલીસ માં ફરીયાદ કરવામાં આવી.જેની ફરિયાદ ના અનુસંધાને રાજુ મોગલ ની તાત્કાલિક ધરપકડ કરી સરભરા કરી ધોરણસરની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી. જે બાબત થી મોટા વડાળા ગામ માં સોંપો પડી જવા પામ્યો હતો અને પ્રફુલ વાઘેલા ને ઘરે મોકલી પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું .