For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઠારિયા ગામ પાસેથી 200 લીટર દેશી દારૂ ભરેલી વેગનઆર સાથે બૂટલેગરની ધરપકડ

04:09 PM Nov 07, 2025 IST | admin
કોઠારિયા ગામ પાસેથી 200 લીટર દેશી દારૂ ભરેલી વેગનઆર સાથે બૂટલેગરની ધરપકડ

પોલીસ કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીની ટીમે બાતમીના આધારે કોઠારીયા ગામ સરદારનગર ઇન્ડસ્ટ્રીયલ એરીયા નારાયણ કાંટાથી આગળ ખુલ્લા પ્લોટમાં 40 હજારના દેશી દારૂૂ ભરેલી વેગનઆર સાથે હીંગોડગઢના શખ્સને ઝડપી લીધો હતો. શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા પોલીસ કમિશ્નરની અન્વયે પી.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડકોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, રાહુલગીરી ગૌસ્વામીને મળેલ બાતમીને આધારે કોઠારીયા ગામ સરદારનગર ઇન્ડસ્ટ્રીયલ એરીયા નારાયણ કાંટાથી આગળ ખુલ્લા પ્લોટમાં વેગનઆર નંબર જીજે-05-જેએ-0327 ને અટકાવી હતી.

Advertisement

તે માંથી 40,000નો 200 લીટર દેશી દારૂૂ મળી આવતા વિંછીયાના હીંગોડગઢ ગામ નવો પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ દડુભાઇ સાઢમીયા (ઉ.વ.20)ની ધરપકડ કરી કુલ રૂૂ.1.90 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.જે.હુણ, પોલીસ સબ ઇન્સ્પેકટર પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેઙ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement