મનહર પ્લોટમાં 78 હજારના વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે બૂટલેગરની ધરપકડ
પીસીબીની ટીમને મળેલી બાતમીને આધારે દરોડામાં રૂ.3.78 લાખનો મુદ્દમાલ કબજે
શહેરના મનહર પ્લોટ શેરી નં.15 માંથી પી.સી.બીની ટીમે 60 બોટલ વિદેશી દારૂૂ ભરેલી હુન્ડાઇ વર્ના સાથે એક શખ્સની ધરપકડ કરી રૂૂ.3.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીની ટીમને શહેર વિસ્તારમાં દારૂૂની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ ચૌહાણ,મહીપાલસિંહ ઝાલા અને હરદેવસિંહ રાણાને મળેલ સયુંકત હકીકત આધારે મનહરપ્લોટ શેરી નં.15 માં રોડ ઉપરથી હુન્ડાઇ વર્ના કાર નંબર જીજે-10-એપી-5178 ને અટકાવી હતી જે રૂૂ. 78 હજારની કીમતની 60 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હોય આ દારૂૂના જથ્થા સાથે મીલપરા મેઇન રોડ શ્રીજી ઇલેકટ્રોનીકસ ની સામે ગીતા એપાર્ટમેન્ટ બ્લોક નં.એ/17 માં રહેતા ગૌતમભાઇ રાજેશભાઇ કાથરાણી (ઉ.વ.23)ની ધરપકડ કરી હતી.
.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, રાજુભાઇ દહેકવાલ, હરદેવસિંહ રાઠોડ, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, ફુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઈ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, ડ્રા.પો.હેડ.કોન્સ. જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.
