For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-ગોંડલ હાઇવે પરથી 23.30 લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ

05:30 PM Aug 04, 2025 IST | Bhumika
રાજકોટ ગોંડલ હાઇવે પરથી 23 30 લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ

શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રૂા.23.30 લાખનો દારૂ ભરેલી બોલેરો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે 3288 બોટલ દારૂ અને વાહન મળી કુલ રૂા.28.80 લાખનો મુદામાલ કબજે કરી ધરોણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આરોપીની પૂછપરછમાં દારૂ મંગાવનાર જંગલેશ્ર્વરના શખ્સનું નામ અને મોકલનાર ચોરડીના શખ્સનું નામ ખુલતા બને શોધખોળ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી.ડી.ડોડીયા, એએસઆઇ વિજય સોઢા, હેડ કોન્સ્ટેબલ કિશન ભાંભર, અરવિદફતેહણરા, કરણ કોઠીવાળ, મહાવિરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન વહેલી સવારે રાજકોટ ગોંડલ હાઇવે પર ગોંડલ તરફથી દારૂ ભરેલી બોલેરો આવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ દ્વારા ગોંડલ હાઇવે પર પરની ફર્નીચર નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાની બાતમી મુજબની બોલેરો પસાર થતા તેને અટકાવી તલાસી લેતા બોલેરો માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.3288 કિ.23,30,016 મળી આવી હતી.

જેથી પોલીસે બોલેરો ચાલક અજય જેન્તીભાઇ મકવાણા રહે. પાટીદડ તાલુકો ગોંડલને ઝડપી લઇ દારૂ અને બોલેરો મળી કુલ રૂા.28,80,016નો મુદામાલ કબજે કર્યો હતો. પકડાયેલા બોલેરો ચાલકની પૂછપરછ કરતા દારૂ ભરેલી બોલેરો તેને ચોરડી ગામના સોહીલ સલીમભાઇ માંડમે આપી હોવાનુ અને આ દારૂનો જથ્થો જંગલેશ્ર્વરમાં રહેતા મેહબુબ મીરને આપવાનો હોવાનુ જણાવતા પોલીસે દારૂ મોકલનાર ચોરડીના સોહીલ અને જંગલેશ્ર્વરના મહેબુબને પકડવા ચક્રોગતીમાન કર્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement