ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી પીપળિયા ચાર રસ્તા પાસેથી પશુઓ ભરેલી બોલેરો ઝડપાઇ

11:40 AM May 02, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી પશુ ભરેલ બોલેરો મળી આવતા મોરબી તાલુકા પોલીસે પશુ ક્રુરતા અંગે સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીની સોની બજારમાં રહેતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ગુલજારભાઈ હાજીજુસબભાઈ જત ના કહેવાથી આરોપી ઇન્દ્રીશભાઈ ગુલાબીભાઈ જતએ પોતાની બોલેરો કાર જીજે 12 બીઝેડ 4341 વાળીમાં ગેરકાયદેસર રીતે નાના પાડા જીવ નંગ 10 ને ટુકા દોરડા વડે બાંધી ક્રુરતા પૂર્વક એકબીજાને ઉપરા ઉપરી ખોચોખીચ ભરી ધાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના લઇ જતા મળી આવતા બોલેરો અને પાડા સહીત કુલ મુદામાલ કીમત રૂૂ.4,15,000 સાથે ઇન્દ્રીશને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્ધવેર બેલ્ટમાં આવી જતા યુવકનું મોત
વાકાનેરના માટેલ રોડ પર અમરધામ નજીક સનસાઈન સેર સિરામિકમાં ક્ધવેર બેલ્ટમાં અક્સ્મ્તાએ હાથ આવી જતા શરીરે ગંભીર ઈજા પહોચતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના માટેલ રોડ પર અમરધામ નજીક સનસાઈન સેર સિરામિક કારખાનામાં રેહતા અને કામ કરતા વિજેનભાઈ કાળુભાઈ મેડા (ઉ.19) એ માટી ખાતામાં મજુરી કામ કરતો હતો તે દરમિયાન ક્ધવેર બેલ્ટમાં અકસ્માતે હાથ આવી જતા માથામાં અને બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોર ખીજડિયા ગામે યુવાનનું મોત
મોરબીના ગોર ખીજડીયા ગામે બી એસ પોલીપેક ગોરખીજડીયા યુવાનનું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના ગોરખીજડીયા ગામે બી એસ પોલીપેક છોટુભાઈ કમલસિંગ કુસ્વાહ (ઉ.22)નું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

----

 

Tags :
crimegujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement