ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખૂન કા બદલા ખૂન; પિતરાઇ ભાઇને મોતને ઘાટ ઉતાર્યોે

12:37 PM May 15, 2025 IST | Bhumika
Advertisement

માતા-પિતાએ ભાણેજની હત્યા કર્યા બાદ પુત્રનું ચાર શખસોએ અપહરણ કરી બેફામ માર મારતા મોત, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર

Advertisement

રાજકોટમા રહેતા પરીવારની પુત્રીની છેડતી કરતા ભાણેજની મામાએ કરપીણ હત્યા કરી હતી. ભાઇની હત્યાનો બદલો લેવા હત્યારા મામાનાં પુત્રનુ મેટોડા ખાતેથી સગા બે પિતરાઇ સહીત 4 શખસોએ કારમા અપહરણ કરી છરી - ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકનુ મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો છે. મૃતક યુવકના પરીવારે હત્યારાઓ ન ઝડપાય ત્યા સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જયારે યુવકને મોતને ઘાટ ઉતારનાર ચારેય શખસો હાથવેંતમા હોવાનુ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા રૈયાધાર વિસ્તારમા આવેલા ઇન્દીરાનગરમા રહેતા શિવરાજ ગોવીંદભાઇ મુછડીયા નામનો 18 વર્ષનો યુવાન રાત્રીનાં આઠેક વાગ્યાનાં અરસામા મેટોડામા હતો ત્યારે તેનાં ફઇનાં દિકરા ખુશાલ હમીર મેરીયા અને તેના ભાઇ રાહુલ હમીર મેેરીયા, તેના પિતા હમીર મનજી મેરીયા, રોહીત કીરીટભાઇ ઉર્ફે તીરથભાઇ રાખશીયા, ઝઘડો કરી કારમા અપહરણ કરી રાજકોટનાં 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલા પરશુરામ મંદિર પાસે લઇ જઇ છરી - ધોકા વડે માર માર્યો હતો. હુમલામા ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકનુ મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો છે. મૃતક યુવકના પરીવારે હત્યારાઓ ન ઝડપાય ત્યા સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જયારે યુવકને મોતને ઘાટ ઉતારનાર ચારેય શખસો હાથવેંતમા હોવાનુ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.

શિવરાજ મુછડીયા 3 બહેનોનો એકનો એક ભાઇ હતો. અને છેલ્લા બે મહીનાથી ત્રણેય ભાઇ - બહેન મેટોડા ખાતે રહેતા હતા. અને મેટોડામા કારખાનામા કામ કરતા હતા. શિવરાજ મુછડીયાની બહેનની હુમલાખોર શખ્સોનો ભાઇ જયદીપ મેરીયા દારૂનાં નશામા ગમતી હોવાનો અને લગ્ન માટે દબાણ કરી છેડતી કરતો હતો જેનો ખાર રાખી શિવરાજ મુછડીયાનાં પિતા ગોવિંદભાઇ મુછડીયાએ પુત્રીની છેડતી કરતા ભાણેજ જયદિપનુ પડધરીનાં ઢોકરીયા ગામે મર્ડર કર્યુ હતુ. જે કેસમા ગોવિંદભાઇ મુછડીયા અને તેમની પત્ની હાલ જેલમા છે. જેનો ખાર રાખી ભાઇની હત્યાનો બદલો લેવા બંને સગા ભાઇઓએ બે શખસો સાથે મળી મામાનાં દિકરાનુ અપહરણ કરી ઢોર માર મારી હત્યા નીપજાવી હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતક યુવકનાં પરીવારોએ ચારેય હત્યારા ન ઝડપાય ત્યા સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જયારે પોલીસ દ્વારા ચારેય હત્યારા સકંજામા હોવાનુ જણાવ્યુ છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsmurderrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement