ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બગસરામાં ભાજપના કાર્યકર પર પાંચ શખ્સો દ્વારા હુમલો

11:45 AM Apr 15, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

તાલુકા ભાજપના કાર્યાલય પાસે જ ઢોર માર મારવામાં આવ્યો

Advertisement

બગસરામાં ભાજપના કાર્યકર અને શિક્ષણ સમિતિ ચેરમેનના પતિ પર જમવાનું બનાવવા બાબતે માથાકૂટ થતાં ભાજપ કાર્યાલયની નીચે જ પાંચ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ગંભીર હાલતમાં અમરેલી ખસેડવામાં આવ્યા હતા. મળેલ માહિતી મુજબ બગસરામાં તાલુકા ભાજપ કાર્યાલય નીચે ખાણીપીણીનો વેપાર કરતા ભાજપના સક્રિય કાર્યકર અને શિક્ષણ સમિતિના ચેરમેનના પતિ જયંતીભાઈ મકવાણા ઉંમર વર્ષ 50 પર ખાણીપીણીની વસ્તુ બાબતે માથાકૂટ કરી સુરાભાઈ કાઠી રહે. ભાયાવદર તા. ધારી, શિવભાઈ ભાયાભાઈ જાતવડા રહે. ભાયાવદર, ક્રિપાલભાઈ વાળા રહે. બગસરા, શિવાંગભાઈ દેવમુરારી રહે. નદીપરા, બગસરા તથા એક અજાણ્યા વ્યક્તિ દ્વારા જેન્તીભાઈ મકવાણા તથા તેમના પુત્ર સાહેદ સાથે ખાણીપીણીની વસ્તુ આપવા બાબતે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેમજ દુકાનમાં રહેલ નાસ્તા માટે વપરાતી થાળી વડે જેન્તીભાઈને માથાના ભાગે મારતા તેમને ગંભીર હાલતમાં બગસરા અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસ દ્વારા બીજા દિવસે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બાબતે તપાસ કરનાર બગસરા પી.આઈ. સાલુકેના જણાવ્યા મુજબ હાલ બધા આરોપી ફરાર થઈ ગયેલ હોય ધરપકડ થઈ શકી નથી તેમજ પોલીસ નજીકના સમયમાં આરોપીઓને ઝડપી લેશેનું જણાવ્યું હતું. ભાજપના કાર્યકર પર ભાજપ કાર્યાલય નીચે જ આવો હુમલો કરવામાં આવ્યો હોય તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગુનો કરેલ લોકોની ઝડપથી ધરપકડ કરવાની માંગ સાથે ઘણા લોકો પોલીસ સ્ટેશનને પણ દોડી ગયા હતા. ભાજપના કાર્યકર પર થયેલ હુમલા બાબતે પોલીસ કેટલી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.

Tags :
attackBAGASARABagasara newscrimegujaratgujarat news
Advertisement
Advertisement