ઉના નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર પિતા પુત્રએ રાત્રિના સમયે ધોકા છરી સાથે ધીંગાણું કર્યું !
ઊના નગરપાલિકા ના ભાજપ કાઉન્સિલર અને તેના પુત્ર બે મહિલા સહિત ચાર શખ્શો એ બાજુ મા રહેતી પિતરાઈ બહેન અને તેના પરીવારજનો ને ભુંડી ગાળો આપી છરી તેમજ લોખંડ ના પાઈપ થી હુમલો કરીને પિતરાઈ બહેન ને ઈજાગ્રસ્ત હાલતમા છોડી નાશી છુટતા ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવી હતી જ્યારે સામા પક્ષે પણ નગરપાલિકા ના ભાજપ ના કાઉન્સિલર અને તેના પરીવારજનો ઉપર પાઈપ છરી સાથે આવેલા શખ્શો એ હુમલો કર્યો હોવાની ફરીયાદ ઉના પોલીસ મા નોંધાવતા સામ સામે પોલીસે બન્ને પક્ષો સામે ગુન્હો દાખલ કર્યો હતો. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઊના શહેરના જલારામ નગર દિવ સોસાયટી વિસ્તાર મા ગત રાત્રિના સમયે મધ્યાહન ભોજન મા નોકરી કરતા રીટાબેન ભાવેશપુરી ગૌસ્વામી તેમજ તેમની સાથે અન્ય એક મહિલા પોતાની માતા ના ઘરે જતા હોય તે દરમિયાન ઉના નગરપાલિકા ના કાઉન્સિલર રાજુ ઉર્ફે રાજેશ ભારથી કિશોરભારથી એ કહેલ કે અમારા વિરુદ્ધ ફરીયાદ કેમ કરે છે.
તેમ કહીંને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપવા લાગતા ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ છરી બતાવી બાજુમા થી લોખંડ નો પાઈપ માથા ના ભાગે ધા મારેલ તેમજ કાઉન્સિલર ના પુત્ર હિરેન ભારતી એ પ્લાસ્ટિક પાઈપ વડે ડાબા હાથ મા આડેધડ મારી તેમજ અન્ય બે મહિલા એ પાઈપ તથા છુટા પથ્થરો ધા કરીને વાળ પકડી ઢસડી માર મારેલ અને આ બાબતે મારી નાખવાની ધમકી આપતા ઊના પોલીસ મા નગરપાલિકા ના વોર્ડ નંબર 9 નાં નગર સેવક પિતા પુત્ર સહિત ચાર સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામા આવ્યો છે. સામા પક્ષે ઊના નગરપાલિકા ના કાઉન્સિલર રાજુ ઉર્ફે રાજેશ ભારથી કિશોરભારથી એ પણ ઊના પોલીસ મા રીટાબેન ભાવેશપુરી ગૌસ્વામી તેમજ પંકજગીરી ગૌસ્વામી ભાવેશભાઈ ગુલાબપુરી સહિત ના ચાર શખ્સોએ પાલિકા કાઉન્સિલર તેમજ તેની સાથે ના સાહેદ વોકીગ કરવા નિકળતા અમારા ઘર પાસે થી કેમ નિકળે છે તેમ કહી ને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી પ્લાસ્ટિક,લોખંડ ના પાઈપ તલવાર બતાવીને સાહેદ ના ઘર ના ફળીયામા હાજર હોય તે દરમ્યાન છરી પાઈપ વડે હુમલો કરી ને ડાબા હાથ ના કાંડા તેમજ શરીરે આડેધડ મારમાર્યો હોવાની ફરીયાદ પોલીસ મા નોધાવી છે.ગત રાત્રિના ના જાહેર માર્ગ ઉપર કાઉન્સિલર પિતા પુત્ર અને પિતરાઈ બહેન વચ્ચે જાહેર મા માથાકૂટ થતા અને ખુલ્લે આમ લાકડી વડે હુમલો કરાતા ભારે ચકચાર મચી જવા પામી છે.