ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલમાં સીઝ કરેલું 21.75 લાખનું બાયો ડીઝલ વેચી માર્યુ

12:08 PM Mar 19, 2025 IST | Bhumika
Advertisement

ગોંડલનાં ઉમવાડા ચોકડી પાસે આવેલ એક જગ્યામા ગાંધીનગરની પુરવઠાની ટીમે એક વર્ષ પુર્વે દરોડો પાડી રૂ. 21.75 લાખનુ 9 હજાર લીટર બાયો ડીઝલ કબજે કરી આ જગ્યા સીલ કરી દીધી હતી અને 4 અલગ અલગ ટાકામા રાખેલ બાયો ડીઝલનો જથ્થો સીઝ કરાયો હોય આ સીઝ કરાયેલો જથ્થો સંચાલકે બારોબાર વેેચી નાખતા આ મામલે ગોંડલ મામલતદારની ફરીયાદને આધારે પેઢીનાં માલીક અને સંચાલક સામે ગુનો નોંધાયો છે.

Advertisement

મળતી વિગતો મુજબ ગોંડલનાં મામલતદાર દીપકભાઇ દીનકરરાય ભટ્ટની ફરીયાદને આધારે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકમા આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ અને આઇપીસી કલમ 285, 286, 462 મુજબ અને પેટ્રોલીયમ એકટ હેઠળ ફરીયાદ નોંધાવી છે જેમા ગોંડલનાં ઉમવાડા ચોકડી પાસે શીવ ગાંઠીયા રથની પાછળ સીમેન્ટનાં બ્લોકની ફોલ્ડીંગ દિવાલ બનાવી આ જગ્યામા અલગ અલગ 4 જેટલી ટાંકીઓમા રૂ. ર1.7પ લાખની કિંમતનુ 29 હજાર બાયો ડીઝલ જે સીઝ કરાયુ હોય તેને બારોબાર વેચી નાખવામા આવ્યાનુ જાણવા મળતા ફરીયાદ નોંધાવાઇ છે.

ગત તા 27-4-24 નાં રોજ લોકસભાની ચુંટણી સમયે ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડયો હતો અને આ દરોડામા આ સ્થળેથી બાયો ડીઝલ મળી આવ્યુ હોય જે સીઝ કરવામા આવ્યુ હતુ.
અલગ અલગ 4 ટાંકીઓમા 29 હજાર જેટલુ 21.75 લાખની કિંમતનુ બાયો ડીઝલ સીલ કરાયુ હોય જેને કોઇપણ મંજુરી વગર આ સીલ તોડી ચારેય ટાંકીઓ સહીત 21.75 લાખનુ બાયો ડીઝલ બારોબાર ત્યાથી હટાવી લેવામા આવ્યુ હોય આ મામલે ગોંડલ તાલુકા મામલતદારને જાણ થતા સ્થળ પર તપાસ કરતા સીઝ કરવામા આવેલુ બાયો ડીઝલ ત્યા હાજર નહી મળી આવતા આ અંગે પેટ્રોલીયમ એકટનાં ભંગ બદલ કાર્યવાહી કરવામા આવી છે જેમા આ જગ્યાનાં સંચાલક તથા પેઢીનાં માલીક સામે ગુનો નોંધાયો છે.

Tags :
crimegondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement