ગોંડલમાં ગેરકાયદેસર વીજજોડાણો કાપી આઠ લાખના બિલ ફટકારાયા
ગોંડલ ખાતે તારીખ 18-03-2025 તથા તારીખ 20.03.2025 નારોજ નિમિત કચેરી તેમજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીશ અધિકારી ગાંધીનગર ની સુચના અન્વયે પીજીવીસીએલ તથા પોલીસ ટીમ દ્વારા ગોંડલ માં ઘણા સમયથી વિજ બિલ ભ2પાઈ ક2વાના બાકી હોઈ એવા ઇશમોના વિજ બિલના નાણા સ્થળ 52 ભ2પાઈ ક2વા અથવા તો સ્થળ 52 જો વિજ બિલના નાણા ભરપાઈ ન કરે તો આવા માથાભારે ઈશમોના વિજ જોડાણ તરત કાપી મીટ2 તથા સર્વિસ સહીત કબજે લઈ વિજ પુરવઠો બંધ ક2વા માટેની સંયુક્ત ચેકિંગ ડ્રાઈવ હાથ ધ2વામાં આવેલ હતી.
આ સંયુક્ત તપાસણીની પ્રક્રિયા દરમિયાન જે ઈશામોના ઘેરે વિજ જોડાણ ના હોઈ એવા ઈશામોને ત્યાં વિજળી અધિનિયમની કલમ નંબર 135 મુજબના આશરે આઠેક લાખ જેટલી માતબર રકમના વિજ બિલ ફટકારવામાં આવ્યા હતા.ચેકિંગ ડ્રાઇવને પગલે વિજ ચોરી કરનારાં ઇસમો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.પીજીવીસીએલ નાં કાર્યપાલક ઇજનેર તથા નાયબ ઇજનેર ની યાદીમાં જણાવ્યાં મુજબ ચડત તથા બાકી રહેતા વીજ બીલ 31 માર્ચ સુધીમાં ભરપાઇ કરવા તાકીદ કરાઇ છે.અન્યથા વિજ જોડાણ કાપી દંડનાત્મક પગલા લેવાશે અને કોઈ ચમરબંધીને પણ બક્ષવા માં નહી આવે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.