ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જેતપુર નજીક કારની ઠોકરે ઘવાયેલા રાજકોટના બાઇકચાલક યુવાનનું મોત

11:31 AM Oct 11, 2024 IST | Bhumika
Advertisement

જેતપુર નજીક પાંચ દિવસ પૂર્વે કારની ઠોકરે ઘવાયેલા રાજકોટના બાઇક ચાલક યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. રૂખાડિયાપરામાં રહેતો યુવાન સગીરા અને બાળક સાથે બાઇક લઇ ધોરાજી જતો હતો ત્યારે કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સગીરા અને બાળકને પણ ઇજા થઇ હતી.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, રૂખાડીયાપરામાં રાજીવ નગરમાં રહેતો નવાબ મહેબુબભાઇ બુખારી (ઉવ.23)નામનો યુવાન ગત તા.5/10ના રોજ રિયા હનીશભાઇ શેખ (ઉવ.12) અને ફેજ અમીતભાઇ બેલીમ (ઉવ.4)ને લઇ બાઇક ઉપર ધોરાજી જઇ રહ્યો હતો દરમિયાન જેતપુર નજીક બાયપાસ હાઇવે પર પધારો હોટલ પાસે અજાણી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાન સહિત ત્રણેયને ઇજા થતા સારવાર માટે પ્રથમ જેતપુર બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા નવાબ બુખારીનું હોસ્પિટલના બિછાને આજે સવારે મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં મોટો અને અપરિણત હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે જેતપુર તાલુકા પોલીસે અકસ્માત સર્જા નાશી છુટેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsjetpurJetpur NEWSrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement