ગુજરાત ATSનું હરિયાણામાં ઓપરેશન, બે આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસ અને હરિયાણા સ્પેશીયલ ટાસ્ક ફોર્સએ મળીને સયુક્ત ઓપરેશન પાર પાડી હરિયાણાના ફરીદાબાદમાંથી બે આતંકવાદીઓને ઝડપી પડ્યા હતા. જેની પાસેથી હેન્ડ ગ્રેનેડ અને ઉર્દૂ લખાણવાળી કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે. ગુજરાત એટીએસને મળેલ ઈનપુટના આધારે હરિયાણા સ્પેશીયલ ટાસ્ક ફોર્સને સાથે રાખી સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં હરિયાણાના ફરીદાબાદમાંથી બે શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરાયેલ આતંકી 19 વર્ષનો ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.તેનું ગુજરાત કનેક્શન શું છે તે સહિતની માહિતી માટે એટીએસની ટીમ વધુ તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસ ટીમે ગુજરાતમાં એક શંકમદની ધરપકડ કરી હતી, જેની પૂછપરછ દરમિયાન ફરીદાબાદમાં આંતકવાદી સંગઠન સાથે જોડાયેલ બે શખ્સો છુપાયા હોવાના કેટલાક ઇનપુટ્સ મળ્યા હતા. જેના આધારે ગુજરાત એટીએસની ટીમે આ શકમંદોને પકડવા ઓપરેશન શરુ કર્યું હતું જેમાં હરિયાણાના ફરીદાબાદમા હરિયાણા સ્પેશીયલ ટાસ્ક ફોર્સ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, અને ફરીદાબાદના પાલી માંથી એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરાયેલ શકમંદ આતંકી ઉત્તર પ્રદેશનો અબ્દુલ રહેમાન હોવાનું સામે આવ્યું છે. હરિયાણા સ્પેશીયલ ટાસ્ક ફોર્સ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ અબ્દુલ રહેમાન સાથે અન્ય એક શંકાસ્પદ વ્યક્તિની પણ ધરપડક કરવામાં આવી હતી જેની પૂછપરછ પણ શરૂૂ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આતંકી પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ અને ઉર્દૂ લખાણવાળી કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે, જેની તપાસ ચાલુ છે. ગુજરાત એટીએસ ટીમે ફરીદાબાદના પાલી વિસ્તારમાં લગભગ 3 થી 4 કલાક સુધી આ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાત માંથી પકડાયલ યુવકની પુછપરછના નિર્દેશ પર ફરીદાબાદના છુપાયેલ બન્ને શખ્સોની માહિતી મળી અને પાલી વિસ્તારમાં શોધખોળ અને સર્ચ દરમિયાન એટીએસની ટીમને સ્થળ પરથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુર ગામનો રહેવાસી અબ્દુલ રહેમાન હોવાનું અને જેની ઉંમર લગભગ 19 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાંથી પકડાયેલ શકમંદને સાથે રાખી ઓપરેશન પાર પાડી એટીએસની ટીમ યુવકને પોતાની સાથે પાછો લઈ ગઈ હતી.
ગુજરાતમાંથી પકડાયેલ શકમંદની પૂછપરછમાં ફરીદાબાદના છુપાયેલ બન્ને શખ્સોની માહિતી મળી
ગુજરાતના એક યુવકની પુછપરછમાં મળેલ ચોક્કસ ઈનપુટને આધારે આંતકી સંગઠન સાથે જોડાયેલ શંકમદોને પકડવા આ ઓપરેશન માટે ગુજરાત એટીએસ ટીમ હરિયાણાના ફરીદાબાદના પાલી વિસ્તારમાં પહોંચી હતી. ગુજરાત એટીએસ અને ફરીદાબાદ પોલીસના વાહનો પાલી વિસ્તારમાં પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં પોલીસ દળને પણ તૈનાત રાખવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, કોઈપણ નાગરિકને તે વિસ્તારમાં પ્રવેશવાની કે બહાર નીકળવાની મંજૂરી નહોતી.આ વિસ્તારમાં શોધખોળ દરમિયાન એટીએસની ટીમને બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા જે કબજે કરી ગુજરાત આવવા રવાના થઇ હતી.