For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહુવા પંથકની યુવતી સાથે ભુવાએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

12:51 PM May 16, 2025 IST | Bhumika
મહુવા પંથકની યુવતી સાથે ભુવાએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

પરિવાર પાસે પિતૃ નડતરના ઉકેલ માટે આવેલા ભુવાએ યુવતીને ધમકી આપી દુષ્કર્મ આચયુર્ં

Advertisement

મહુવા પંથકની એક યુવતી સાથે તેના કુટુંબના ભુવાએ તેના ખાનદાનને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધાં અંગેની પોલીસ ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે મહુવા પંથકના એક પરિવારને પિતૃ નડતર હોય જેથી ભુવો સ્થાપવાનો હતો અને તે દરમિયાન કુટુંબના એક સભ્યની ધીરૂૂ ભુંકણ (રહે.પીપળવા, તા.ખાંભા, જી.અમરેલી) નામના ભુવા સાથે ઓળખાણ થયા બાદ તેની ભુવા સ્થાપનાનું કામ પૂર્ણ કરી હતી અને કુટુંબના તમામ સભ્યો તેને આદર આપતા હતા પરંતુ ભુવાએ આ કુટુંબની જ એક દિકરી સામે નજર બગાડી ગત તા.20-10ના રોજ યુવતી ઘરે એકલી હતી ત્યારે ભુવા તેના ઘરે આવી યુવતી તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પરાણે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં યુવતી ડરના લીધે કોઈને કહી શકતી નહોતી પરંતુ સાત માસ બાદ યુવતી ગર્ભવતી હોવાનું માલુમ થતાં યુવતીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા અંતે યુવતીએ બગદાણા પોલીસ મથકમાં ધીરૂૂ ભુંકણ (રહે.પીપળવા, તા.ખાંભા, જી.અમરેલી) વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement