ભાવનગરની નિરમા કંપનીના કર્મચારીએ સ્ટોક માર્કેટના ઉંચા વળતરની લાલચે 1 કરોડ ગુમાવ્યા
યુવકે કટકે કટકે પંદર દિવસમાં રકમ જમા કરાવ્યા બાદ નફો દેખાયો: નફાની બે કરોડ રકમ વિડ્રો કરવાનું કહેતાં ટેકસના નામે ગઠિયો રકમ ઓળવી ગયો
ભાવનગરમાં રહેતા નિરમા કંપનીના ફિલ્ડ ઓફિસરે સ્ટોક માર્કેટમાં ઉંચા વળતરની લાલચમાં ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી 15 દિવસના ટૂંકાગાળામાં કટકે-કટકે રૂૂા.એક કરોડથી વધુની રકમ જમા કરાવ્યા બાદ ગુ્રપ એડમિન તથા સ્ટાફે મુળ રકમ તથા નફો ઉપાડવા ન દેતાં યુવકને પોતાની સાથે ઠગાઈ થયાનું ભાન થયું હતું. યુવકે અજાણ્યા મોબાઈલધારક તથા એપ્લિકેશનના સંચાલકો વિરૂૂદ્ધ રૂૂા. એક કરોડથી વધુની ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી.
મૂળ સુરતના વતની અને શહેરના તળાજા રોડ, ટોપ-3 સર્કલ નજીક આવેલ ઈશાવાસ્યમમા રહેતા અને નિરમા કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી ફરજ બજાવતા અજયભાઈ જસવંતભાઈ પટેલના મોબાઈલના વોટ્સએપ એકાઉન્ટમાં ગત તા.13 ફેબુ્રઆરી ના રોજ અજાણ્યા વ્યક્તિએ મેસેજ કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી 30થી 50 ટકા નફો થશે તેવું જણાવ્યું હતું અને એક લિંક મોકલી હતી. આ લિંક મારફત તેઓ અ-11 ઇન્વેસ્ટમેન્ટ એક્સચેન્જ ગુ્રપમાંં જોડાયા હતા, જેમાં ગુ્રપ એડમિન તરીકે રોહિત શર્મા નામથી ચાર મોબાઈલ નંબર હતા. એક મહિના સુધી અજયભાઈએ શેર માર્કેટ અંગે ગુ્રપમાંં મુકાતી ટીપ્સ અંગે અભ્યાસ કર્યાં બાદ ગુ્રપની લિંક દ્વારા તેમણે પોતાનું ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. અને ક્રિએશન ઇન વી.જી. એપ્લિકેશન ડાઉનલોડ કરવી હતી.
જયાં એપ.મારફતે દિવ્યા ભટ્ટ નામની વ્યક્તિએ કસ્ટમર સવસ મેનેજર તરીકે ઓળખ આપી અજભાઈ પાસેથી તા.17 માર્ચથી 09 એપ્રિલ,2025 સુધીમાં અલગ-અલગ બેંક ખાતામાં 24 જેટલા ટ્રાન્ઝેક્શન મારફત રૂૂ.1,01,40,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં એપ્લિકેશનના ડિમેટ એકાઉન્ટમાં ટોટલ પ્રોફિટ સાથે આ રકમ વધીને ઓનલાઈન રૂૂા.4,96,53,278 દર્શાવતી હતી. આ જમા રકમ પૈકી રૂૂ.બે કરોડ ઉપાડવા માટે અજયભાઈએ રિકવેસ્ટ નાંખતાં દિવ્યા ભટ્ટે રૂૂા.20 લાખ ટેક્સ ભરવો પડશે તેમ જણાવી ટેક્સ ભરવાનો આગ્રહ રાખતા અજયભાઈ પટેલે પોતાના નફાની જમા રકમમાંથી ટેક્સ કાપી બાકી વધેલી રકમ પરત કરવા જણાવ્યું હતું. તેમ આજદિન સુધી આ એપ.ના એડમિન સહિતના અજાણ્યા શખ્સોએ નફાની રકમ ઉપાડવા નહીં દેતાં યુવકને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાનું જણાયું હતું. તેમણે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂૂદ્ધ ઓનલાઈન એપ. મારફતે સ્ટોક માર્કેેટમાં રૂૂા.1.10 કરોડનું રોકાણ કરાવી રોકાણ કે નફોન ન આપી ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈટી એક્ટની કલમ સહિતની કલંમ અન્વયે ગુનો નોંધ્યો હતો.
યુવકે સગા, મિત્રો પાસેથી રૂા. 72 લાખ લીધા હતા
સ્ટોક માક્રેટમાં તગડો નફો મળશે તેવી લાલચમાં આવી જઈને અજયભાઈ પટેલે એપ્લિકેશન મારફત રોકાણ કરેલ રૂૂ.1,01,40,000 પૈકી રૂૂ.29,20,000 પોતાની અંગત રકમ ઉપરાંત શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થશે તેમ જણાવી તેમના મિત્રો અને સગા મળી 12 વ્યક્તિ પાસેથી રૂૂ.72,20,000 લીધા હતા અને પોતાના બેંક ખાતામાં રકમ મેળવી શેરબજારમાં રોકાણ કર્યું હતું.