ભાવનગરના યુવાનને માછીમારીમાં રોકાણ કરાવી 23.10 લાખની ઠગાઈ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના એક યુવકને શહેરમાં રહેતા ચાર મહિલા સહિત આઠ શખ્સોએ માછીમારીના વ્યવસાયમાં નફાની લાલચ આપી રૂૂા. 23.10 લાખની રકમનું રોકાણ કરાવ્યું હતું જે બાદ છેલ્લા આઠ માસ ઉપરાંતથી હિસાબ ન આપી બાકી નીકળતા રૂૂપિયા ન ચુકવી છેતરપિંડી આચરતા યુવકે આઠ શખ્સો વિરૂૂદ્ધ ગંગાજળિયા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
ઘોઘા તાલુકાના સાણોદર ગામે રહેતા ફૈજલભાઇ નહીનભાઇ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ અગાઉ કરચલિયા પરા પુરીના ચોક પાસે મચ્છીબજાર ચોક ખાતે રહેતા રાજુભાઇ બાબુભાઇ સોલંકીએ ભાગીદારીમાં મચ્છીમારીનો વ્યવસાયમાં નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું તે ઉપરાંત રાજુ સોલંકી ઉપરાંત તેની પત્નિ મીનાબેન રાજુભાઇ સોલંકી, ખારવા કલ્પેશભાઇ ચંદુભાઇ તેની પત્નિ ખારવા જ્યોત્સનાબેન, ડોસલા સવિતાબેન નાનજીભાઇ, રાજેન્દ્રભાઇ નાનજીભાઇ, માછી સુનિતાબેન રોહિતકુમાર તેના પતિ રોહિતકુમાર રમેશભાઇ સાથે મળી રૂૂા. 23,10,000નું રોકાણ કર્યું હતું જેમાં જુન -2024 થી આજસુધી આ તમામે એક સંપ કરી બાકી નિકળતા રૂૂપિયાનો હિસાબ તેમજ નફો ન આપી છેતરપિંડી આચરતા ફૈજલભાઇએ તમામ વિરૂૂદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. થોડાક સમય વળતર આપી યુવકને વિશ્વાસમાં લીધો હતો.