ભાવનગર નાયબ ખેતી નિયામકની ગેરકાયદે ખાતર ઉત્પાદન કરતા ત્રણ એકમ સામે કાર્યવાહી
11:35 AM Mar 03, 2025 IST | Bhumika
ભાવનગર જિલ્લાના બે અને મહારાષ્ટ્રના પુણા શહેરના એક એકમનો સમાવેશ
Advertisement
ભાવનગર શહેરના નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરીના અધિકારીએ ગેરકાયદે રાસાયણિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતા ત્રણ એકમો વિરુદ્ધ બોરતાળવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ત્રણ એકમોમાં ભાવનગર જિલ્લાના બે અને મહારાષ્ટ્રના પુણા શહેરનો એક એકમનો સમાવેશ થાય છે.
ભાવનગર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ડી થ્રી એન્ટરપ્રાઇઝ (પ્લોટ નંબર 81) અને નવાગામ વરતેજ જીઆઈડીસીમાં આવેલ પૃથ્વી ખેતીવાડી કેન્દ્ર (જ274) તેમજ પુણેની રમા ફર્ટી એચએલટી કંપનીનો સમાવેશ થાય છે. નાયબ ખેતી નિયામકના જણાવ્યા અનુસાર, આ ત્રણેય એકમો રાજ્ય કે કેન્દ્ર સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રાસાયણિક ખાતરનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરી રહ્યા છે. અધિકારીએ આ એકમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Advertisement
Advertisement