ભાટિયાના યુવાને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા કુહાડી વડે હુમલો
12:05 PM Oct 13, 2025 IST | Bhumika
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા પ્રવીણભાઈ ભુવનભાઈ ગોસ્વામી નામના 36 વર્ષના યુવાને આજથી આશરે આઠેક માસ પૂર્વે કેનેડી ગામના જગા ગોજીયા નામના શખ્સને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. આ પૈસાની ઉઘરાણી કરવા માટે ફરિયાદી પ્રવીણભાઈ આરોપી જગા ગોજીયાની વાડીએ જતા અહીં અન્ય એક આરોપી હિતેશ તથા જગા ગોજીયાએ પ્રવીણભાઈને લાકડી તથા કુહાડી વડે બેફામ માર મારી, ફેક્ચર સહિતની ઈજાઓ કરતા આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસ મથકમાં બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
