For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપા-બિલ્ડરે છેતરપિંડી કર્યાની ભારતનગર આવાસના લાભાર્થીઓની રાવ

05:35 PM Aug 06, 2024 IST | Bhumika
મનપા બિલ્ડરે છેતરપિંડી કર્યાની ભારતનગર આવાસના લાભાર્થીઓની રાવ
Advertisement

લાભાર્થીઓએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સેલમાં કરી રજૂઆત: યોગ્ય ન થાય તો આંદોલનની ચીમકી

મકાનો- દુકાનો આપવાને બદલે ભાડા ચૂકવવાનું લખાણ કરાવી લીધાનો આક્ષેપ

Advertisement

ભારતનગર પીપીથી આવાસ યોજનાના લાભાર્થીઓ 38 પૈકીનાજે 100 રૂૂપિયા ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને મકાનો તેમજ દુકાનો આપવાની હતી. તેતી જગ્યાએ મકાનો દુકાનો તેમજ ભાડા ચુકવવાની 100 રૂૂપિયા ના સ્ટેમ્પ ઉપર ખાતરી આપીને અમારી ઉપર બિલ્ડરે તેમજ મહાનગરપાલિકાએ છેતરપીંડી કરવામાં આવેલ છે. આ છેતરપીંડીનો ઉકેલ લાવવામાં નહી આવે તો ગાંધીચીંધ્યા માર્ગે રસ્તા ઉપર ઉતરીને જે કાઈ થાશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા કલેક્ટરની તેમજ રાજકોટ મહાનગરપાલિકા ની રહેશે. કુલ પાના 9000 અરજી સાથેના રજુ કરવામાં આવેલ હોવા છતાં કોઈ ઉકેલ આજ દિવસ સુધી લાવવામાં આવેલ નથી. આ બાબતે લાભાર્થીઓએ જિલ્લા કલેકટર કચેરી મારફત મુખ્યમંત્રી ફરીયાદ નિવારણ સેલમાં ફરીયાદ કરી છે.

ભારતનગર મવડીટી.પી. નં-28 ફાઈનલ પ્લોટ 49/2 કરવામાં આવેલ મુખ્યમંત્રી પીપીપી આવાસ યોજના અંતર્ગત જે અરજદારો આથી જણાવીએ છીએ કે અમારા આધાર પુરાવાની ફાઈલો ગુમ કરનાર ઉપર પગલા ભરવા તેમજ અમે લોકોએ મવડી સર્વે નું. 194 ખરાબાની જમીન રેગ્યુલર કરવા તારીખ:- 02/01/1999 નારોજ મકાન સાથેની જગ્યા રેગ્યુલર કરવા મરજી કરેલ તે સરકારના રેકોર્ડમાં ફાઈલો પડેલ છે. તેની નોંધ લેવામાં આવેલ નથી. તેમજ આ આધાર પુરાવા હોવા છતાં કોઈ નિર્ણય આપવામાં આવેલ નથી. ખોટા પંચરીજ કામ કરીને જગ્યા સાથેના મકાનો રાજકોટ મહાનગરપાલિકા તેમજ રેડઓર્ગેનાઈઝેસરના બિલ્ડરની મિલીભગતથી હજમ કરી ગયાનો આક્ષૅપ કરાયો છે. આ કબજાની જમીન તેમજ મકાનો હડપ કરનાર ઉપર શિસ્તના પગલા ભરવામાં નહીં આવે તો જે કંઇ થશે તેની જવાબદારી તપાસ કરનાર અધિકારીની રહેશે. તેવી ચીમકી અપાઇ છે.

અનેક વખત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રૂૂબરૂૂ આધાર પુરાવા તેમજ તપાસ કરનાર સમિતિના અધિકારીઓ તેમજ નાયબ કમિશનરને રજુ કરવામાં આવેલ હોવા છતાં આજ દિવસ સુધી મકાનનો તેમજ દુકાનનો નિકાલ કરવામાં આવેલ નથી. અનેક અધિકારીઓની બદલીઓ પણ થઇ ગઈ હોવા છતાં કોઈ પણ અધિકારિઓએ ન્યાય આપેલ નથી.

સીએમસેલ જીલ્લા સ્વાગત-જુન-અન્ય-રજી.નં. 41 થી 48/2024 તારીખ:- 24/06/2024 ના રોજ જાણ કરવામાં આવેલ અગાઉ જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ સેલમાં સાંભળેલ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કમિટીની રચના કરવામાં આવેલ છે. કમિટી દ્વારા કાર્યવાહી ચાલુ છે. સબબ આધાર પુરાવાઓ સાથે સંબંધિત કચેરીમાં રજુઆત સુચન કરવા આવેલ છે. અનેક વખત આધાર પુરાવા તારીખ સાથે આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

મકાન તેમજ દુકાન ન આપવાની માનસિકતા ધરાવે છે. કોર્ટ રજુઆત કરવાની તકો પણ આપતી હોય છે તો મુખ્યમંત્રી ફરીયાદ નિવારણ સેલમાં સાંભળવામાં કેમ નથી આવતા? તેવો લાભાર્થીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે.

અનેક વખત ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઇ તપાસ નહીં?
મુખ્યમંત્રીના કાર્યાલયે તારીખ. 04/10/2023 ના રોજ કુલ પાનાની સંખ્યા 300 પેજ અરજી સાથેના આધાર પુરાવા સાથે જોડેલા છે.

શહેરી વિકાસ અને શહેરીગૃહનિર્માણ વિભાગ સચિવાલય ખાતે અમારા આધાર પુરાવા ઓનલાઈન કમ્પ્યુટરમાં અટેચ કરવામાં આવેલ છે જે પેઇઝ 300 જેટલા છે. તેની નોંધ લેવામાં આવેલ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તારીખ:- 04/10/2023ના રોજ સંપૂર્ણ વિગત એમના કમ્પ્યુટરમાં ઉપલબ્ધ છે.

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ તારીખ:- 01/11/2023 ના રોજ સંપૂર્ણ આધાર પુરાવા પાનાની કુલ સંખ્યા 284 રૂબરૂ આપવામાં આવેલ તેની નોંધ લેવા માંગ કરાઇ હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાને રૂબરૂ ગાંધીનગર ખાતે ઓફિસે આપવામાં આવેલ છે કુલ પાનાની સંખ્યા 300 પેજ અરજી સાથેના આધાર પુરાવા રજુ કરાયા હતા.

અને જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તારીખ:-00/00/0000 અરજી સાથેના 300 પેજ આધાર પુરાવા સાથે કલેકટરના કાર્યાલયે રૂબરૂ અપાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement