For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડનો દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

11:59 AM Apr 15, 2025 IST | Bhumika
ભાણવડનો દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ડીવાયએસપી સ્ટાફની કામગીરી

Advertisement

ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે એએસઆઈ શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના ધામણીનેશ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય કાના જેશા કોડીયાતર નામના રબારી શખ્સને પોલીસે દબોચી લીધો હતો.

ઉપરોક્ત આરોપી સામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તેમજ જામનગર અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં દારૂૂ અંગેના જુદા જુદા ગુનાઓ નોંધાયા હતા. જેથી પોલીસે આરોપી કાલના કોડીયાતરની વિધિવત રીતે અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, એએસઆઈ શક્તિરાજસિંહ દિગ્વિજયસિંહ, સુખદેવસિંહ રઘુવીરસિંહ અને ભાવિનભાઈ ચીમનલાલ સચદેવ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement