ભાણવડના ગુંદાનો યુવાન દારૂના જથ્થા સાથે ઝડપાયો, સપ્લાયરની શોધખોળ
ખંભાળિયા વિસ્તારના ડીવાયએસપી વી.પી. માનસેતાની ટીમ દ્વારા ગઈકાલે ગુંદા ગામના શખ્સને વિદેશી દારૂૂની નાની-મોટી 89 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ટીમ દ્વારા મંગળવારે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા, ભાવિનભાઈ સચદેવ અને નાગડાભાઈ રૂૂડાચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીક આવેલા ગુંદા વિસ્તારમાં રહેતા રૈયા બીજલભાઈ મોરી નામના 21 વર્ષના રબારી શખ્સને રૂૂ. 32,189 ની કિંમતની વિદેશી દારૂૂની 41 બોટલ તથા 48 ચપટા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. દારૂૂનો આ જથ્થો તેણે રાણપર ગામના રાજુ કોડીયાતર નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે આરોપી રૈયા મોરીની અટકાયત કરી, રાજુ કોડીયાતરને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.