ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાણવડના ખેડૂત સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી

12:14 PM Jan 30, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

Advertisement

આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે જાહેર કરવામાં આવેલી વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા દેશુરભાઈ રામશીભાઈ આંબલીયા નામના 48 વર્ષના યુવાનના પિતા રામશીભાઈ વકાભાઈ આંબલીયાના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ખંભાળિયા શાખામાં આવેલા ચોક્કસ નંબરના ખાતાનો સહી કરીને કેન્સલ કરેલો એક ચેક તેમણે કોઈ જગ્યાએ બેક ખાતાની વિગત આપવા માટે આપ્યો હતો.

આ ચેકને જગતે પથરે દમાલ નામના કોઈ શખ્સ દ્વારા સંભવિત રીતે અન્ય શખ્સોની મદદગારીથી મેળવી લઈને પોતાના બેંક ઓફ બરોડાના ખાતામાં વટાવી, અને આ ચેક દ્વારા રૂૂપિયા 7,52,300 ની રકમ રામશીભાઈ આંબલીયાના ખાતામાંથી ઉપાડી લીધી હતી.

આ રીતે આરોપી જગતે પથરે તેમજ અન્ય શખ્સો દ્વારા છેતરપિંડી કરવા સબબની ફરિયાદ દેશુરભાઈ રામશીભાઈ આંબલિયા દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 420 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Tags :
BHANVADBhanvad newscrimegujaratgujarat news
Advertisement
Advertisement