For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર-ધ્રોલની બેંકો સાથે 31.36 લાખની છેતરપિંડી

01:00 PM Jul 08, 2025 IST | Bhumika
જામનગર ધ્રોલની બેંકો સાથે 31 36 લાખની છેતરપિંડી

જામનગર શહેરના જુદી જુદી બેંકના એટીએમ તેમાં ધ્રોળ ની બેન્કના એટીએમ માં ખાનગી કંપની દ્વારા બે કસ્ટોડિયલની નિમણૂક કરીને પૈસા જમા કરાવવા ની જવાબદારી સોપાઈ હતી, જે બંનેએ જુદા જુદા એટીએમ માં કુલ 31 લાખ 36 હજાર રૂૂપિયા જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપર્યા હોવાથી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચર્ચા જાગી છે.

Advertisement

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે રાજકોટની એક ખાનગી કંપની મા કસ્ટોડિયલ તરીકે ફરજ બજાવતા ભાવિન ભરતભાઈ જોશી કે જે જામનગર શહેરના અલગ અલગ એટીએમ તેમજ ધ્રોળના એટીએમ માં નાણા જમા નહીં કરાવી કુલ 31.36 લાખની છેતરપિંડી કરવા અંગે પોતાની કંપનીના કસ્ટોડિયલ કર્મચારી પ્રકાશ નાથાભાઈ મેરીયા તેમજ કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરીયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરની અલગ અલગ બેંકો કે જેના એટીએમ માં પૈસા જમા કરાવવા ઉપાડવા વગેરેની જવાબદારી ખાનગી કંપની ને સોંપવામાં આવી છે, અને આવી ખાનગી કંપનીના બેક કર્મચારીઓ કે જેઓને કસ્ટોડિયા તરીકે નિમણુંક અપાય છે, અને જેઓ દ્વારા પાસવર્ડ મેળવીને બેંકના એટીએમ માંથી નાણા ઉપાડવા અને જમા કરાવવાની જવાબદારી હોય છે.

ઉપરોક્ત બંને આરોપીઓ પ્રકાશ કે જે જામનગર શહેરના લીમડા લઈને રણજીત સાગર રોડ પ્રાર્થના કોલોની સામે આવેલી એસ.બી.આઈ. ની કચેરી નવાગામ ઘેડમા આવેલી, અને દરેડની બ્રાન્ચ સોયટીમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન રૂૂપિયા 31.36 લાખની રકમ જમા નહીં કરાવી પતાના અંગત ઉપયોગ માં વાપરી કરી હોવાથી આખરે આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે બંને આરોગ્ય સામે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ જે પી. સોઢા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement