ગોપાલનગરના વૃધ્ધના સોનાના ચેઈનના 94 હજાર નહીં આપી બેંકના વેલ્યુઅરની ઠગાઈ
ઢેબર રોડ પર ગોપાલનગરમાં આમંત્રણ ફલેટમાં રહેતા પ્રતાપસિંહ રામસિંહ ચૌહાણ (ઉ.વ.60)એ સોનાના ચેઈન પર બેંકમાંથી ગોલ્ડ લોન લીધા બાદ હપ્તા નહી ભરી શકતા ચેઈન બેંકના વેલ્યુઅર જગદીશ મનહરલાલ ગેરીયા (ઉ.વ.62,રહે. ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, ટાગો2 રોડ)એ ખરીદી લીધા બાદ તેની લેણી નિકળતી રકમ રૂૂા.94 હજાર નહી આપી વિશ્વાસઘાત કર્યાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટનામાં પ્રતાપસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,આજથી દોઢેક વર્ષ પહેલા મારે પૈસાની જરૂૂર હોય અને મારા પુત્ર કેવલસિંહનુ વિજય કોમર્શીયલ બેંક મા ખાતુ હોય જેથી મે મારી સોનાની ચેઇન આશરે 28 ગ્રામ વજનની હતી તેના ઉપર ગઇ તા. 1/02/2024 ના રોજ વિજય કોમર્શીયલ બેંક કનક રોડ બ્રાન્ચમાં ગોલ્ડ લોન માટેની મારા દીકરા કેવલસિંહના નામે કાર્યવાહી કરી હતી અને તે ચેઇન ના બદલામા મને જે તે વખતે બેંક ના મેનેજર એ 91, 256/- ની લોન મંજુર કરી હતી અને તે સોનાની ચેઇન બેંકે રાખેલ હતી.
બાદ મારી પાસે પૈસાની સગવડ થયેલ નહી જેથી મે વીજય કોમર્શીયલ બેંકમા ગોલ્ડ લોન ભરેલ નહી અને બાદ તા.16/05/2025 ના રોજ હુ વિજય કોમર્શીયલ બેંક કનક રોડ બ્રાંચ ખાતે ગયેલ અને મેનેજરને વાત કરેલ કે તમો મારી સોનાની ચેઇન વેંચી લોનની જે રકમ છે તે વસુલ કરી મને વધારાની રકમ પરત આપી દો તેમ વાત કરી હતી.જેથી વેલ્યુઅર જગદીશભાઇએ ચેઇન કવરમાંથી બહાર કાઢી વજન કરી ટચ કાઢી જણાવેલ કે તમારા ચેઇન ના રૂૂ.2,00,000/- આવશે તેમ વાત કરેલ અને જગદીશભાઈએ કહેલ કે આ ચેઇન હુ ખરીદવા માંગુ છુ તમને કંઇ વાંધો ન હોય તો તેમ વાત કરેલ જેથી મે કહેલ કે તમો ખરીદો તો મને કોઇ વાંધો નથી તેમ વાત કરેલ અને બાદ બેંક મેનેજરે મને એક ચિઠ્ઠી કરી આપેલ અને ચીઠ્ઠી મા લખેલ કે તમારા સોનાના રૂૂ.2,00,000/- લાખ કિંમત થાય છે અને તમારી લોનની રકમ 1,05,130/- બાદ તમારે રૂૂ.94,870/- તમારા બેંક ખાતામા જગદીશભાઇ જમા કરી કરાવી દેશે તેમ વાત કરી હતી.આમ છતાં આ રકમ જગદીશભાઈએ જમા નહીં કરાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરતા અંતે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ પારગી તપાસ ચલાવી રહ્યા છે.