બેંગ્લોરની પેઢીના સંચાલકને ચેક પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો આદેશ
જામનગરની એક પેઢીએ બેંગ્લોરની પેઢીના માલિક સામે કરેલી ચેક પરત ફરવા અંગે ની ફરિયાદ માં બે વર્ષ ની કેદ અને રૂૂ.1 કરોડ રપ લાખ ચૂકવી આપવા નો હુકમ કરાયો છે. એઅન્ય એક ચેક પરત ફરવા ના કેસ માં સોસાયટીના સભાસદ ને છ મહિના ની કેદ અને એક આસામી ને ચેક પરત ના કેસ માં બે મહિના ની કેદ ની સજા નો અદાલતે આદેશ કર્યો છે.
બેંગ્લોરની બી.એન. ઇન્ફ્રા. એન્ડ ક્ધસ્ટ્રક્શન ના માલિક ભુવન લક્ષ્મીનારાયણે જામનગર ની શીલાઈન શીપીંગ કંપની પાસે થી માંગરોળ પોર્ટ રીનોવેશનના કોન્ટ્રાક્ટ અંગે બાર્જ ભાડે લીધુ હતું. જેના ભાડા ની બાકી નીકળતી રકમ રૂૂ. 1 કરોડ 68 લાખ ના પાર્ટ પેમેન્ટ અંગે આરોપી એ રૂૂ.1 કરોડ 31 લાખનો ચેક આપ્યો હતો.
તે ચેક અપૂરતા ભંડોળ ના કારણે પરત ફર્યો હતો. તે અન્વયે ફરિયાદ થતાં અદાલતે ભુવન ને તક્સીરવાન ઠરાવી બે વર્ષ ની કેદ તથા રૂૂ. 1 કરોડ 25 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. જામનગર ની કંપની તરફે વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ સોસાયટીના સભાસદ સુનિલ પરસોત્તમ ઉધરેજા એ સોસાયટી પાસેથી લોન લીધી હતી. તે ભરપાઈ કરવા ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. આરોપી કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી છ મહિનાની જેલ, ચેકની રકમ પૈકી બાકી રકમ રૂૂ. 13,764 નો દંડ ફટકાર્યો છે. આરોપી સજાના હુકમ સમયે અદાલતમાં હાજર ન હોવાથી વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જામનગરના જીતેન્દ્ર અરજણભાઈ રાઠોડ નામના આસામીએ પ્રહલાદગીરી તુલસીગીરી ગોસ્વામી પાસેથી હાથઉછીના રૂૂ.25 હજાર લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે જીતેન્દ્ર રાઠોડે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા પ્રહલાદગીરીએ અદાલતમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપી જીતેન્દ્ર અરજણભાઈ રાઠોડને કસુરવાન ઠરાવી બે મહિનાની કેદ તથા ચેકની રકમ મુજબ દંડ ફટકાર્યો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ આઠ દિવસની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ વિનોદ વાઘેલા, તુષાર તન્ના રોકાયા હતા.