લાંચના ગુનામાં પકડાયેલ તલાટીમંત્રીના જામીન મંજૂર
મોરબી પંથકમાં રહેતા અજય મનજી જાદવ એ ખેડૂત ખાતેદારનો પ્રમાણપત્ર મેળવવા માટે વકીલ પ્રદીપ કુમાર ધનજીભાઈ કનજારિયા એ અરજી કરી હતી. છે ખેડૂત પ્રમાણે પત્રમાં અભિપ્રાય આપવાના બહાને જયદીપસિંહ જાડેજાએ રૂા.5,000 ની માગણી કરી હતી.તેમજ ગામ નમુના 2માં નોંધ કરાવવા અને વારસાઈ આંબો મેળવવા વાતચીત બાબતે તેઓએ અગાઉ આપેલ અભિપ્રાય પેટે 5 હજારની માગણી કરી હતી.
અને બંને વચ્ચે રકચકના અંતે ચાર હજાર નક્કી કરી હતી.જે અંગે વકીલ પ્રદીપકુમાર કણજારીયા એસીબી પોલીસ મથકમાં અરજી કરી હતી. બાદ લાંચ વિરોધી શાખા દ્વારા છટકુ ગોઠવ્યું હતું જે છટકામાં તલાટી મંત્રી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા રૂા.4,000 ની લાંચ લેતાં હાથે ઝડપી લીધા હતાઆરોપી વિરૂૂધ્ધ અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું.
બાદ આરોપી જયદીપસિંહ જાડેજા ધ્વારા મોરબી સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી જે જામીન અરજી ચાલી જતા મોરબી સેશન્સ અદાલત ધ્વારા જયદીપસિંહ જાડેજાને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.
આ કેસમાં મોરબીના જીતુભા જાડેજા તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.