GST બિલીંગ કૌંભાડમાં બોગસ પેઢી બનાવનાર રાજકોટના મુખ્ય સુત્રધારના જામીન મંજૂર
દેશભરમાં ચકચાર જગાવનાર પત્રકાર મહેશ લાંગાને સંડોવતા મસમોટા જી.એસ.ટી. ચોરી કૌંભાડમાં રાજકોટ ખાતેથી બોગસ પેઢી બનાવી ઓપરેટ કરનાર ધ્રુવ પ્રવિણભાઈ સિંધવના જામીન રાજકોટની સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના ભગવતીપરામાં બનાવટી ભાડા કરાર બનાવી પપરમાર એન્ટરપ્રાઈઝથ નામની પેઢી ખોલી ખોટા ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જી.એસ.ટી. ઓફીસના સરનામાવાળા બોગસ બીલો રજુ કરી પપરમાર એન્ટરપ્રાઈઝથ ના નામથી જી.એસ.ટી. નંબર મેળવી બોગસ ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા માટે કુલ-14 પેઢીઓના સંચાલકો સાથે મળી સાડા ત્રણ કરોડ રૂૂપીયાના બનાવટી બીલીંગ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે ઈન્યુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકારને મોટુ આર્થિક નુકશાન પહોંચાડતા સી.જી.એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીની ફરીયાદના આધારે રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાજકોટ ખાતે બોગસ પેઢી બનાવી ખોટા બીલ આપનાર તરીકે ધ્રુવ સિંધવનુ નામ ખુલતા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી ધ્રુવ સિંધવે તેના એડવોકેટ મારફતે રાજકોટ સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બન્ને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપીને પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવા સહિતની શરતોને આધીન જામીન મુકત કરવા હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં આરોપી વતી રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા અને કેવિન ભીમાણી રોકાયા હતા.