વેલનાથપરામાં પોલીસ ઉપર હુમલો કરી તોડફોડ કરનાર 16 આરોપીના જામીન મંજૂર
શહેરના ગોંડલ રોડ નજીક વેલનાથ પરા મા રખા દાદાનો માંડવામાં પશુબલી દરમિયાન વિજ્ઞાન જાથાની કાર્યવાહી કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત ઉપર ધોકા અને પથ્થર વડે હુમલો કરી પીસીઆર વાનમાં તોડફોડ કરવાના ગુનામાં સંડોવાયેલા સૂત્રધાર ભાવેશ વિકાણી સહિત 16 શખ્સના જામીન અરજી અદાલત દ્વારા મંજૂર કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ શહેરના ગોંડલ રોડ વેલનાથ પરા શેરી નંબર એક સેવ હોટલ ની પાછળ રખાદાદા ના માંડવો તારીખ 19/05/2025 ના બપોર ના 3:30 કલાકે દેવી પુજકના માણસો દ્વારા ધામીક વીધી ના બહાને પસુની બલી આપેલી જેના ઉપર વિજ્ઞાન જાથા રાજકોટ સંસ્થા દારા કાયદેસરની કાર્યવાહી કરેલ હોય તે બાબતે બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારુ પોલીસ બંદોબસ્ત રાખેલ હોય તે દરમ્યાન અંદાજે 150 થી 200 આરોપીઓ હથીયારો ધોકા તથા પથ્થર વડે હુમલો કરી પોલીસ ની કાયદેસર ની કાર્યવાહીમાં અડચણ રૂૂપ થઈ અવરોધ કરી ધોકા તથા પથ્થર વડે ઈજા કરી તથા પથ્થર થી પી.સી.આર. વાનનો આગળનો કાચ તોડી જાહેર નામાનો ભંગ કરી ગુનો કર્યા બાબતનો હેમ દીપ વ્રજલાલ મારવણીયા દ્વારા આજી ડેમ પોલીસ સ્ટેશનમા ભાવેશ વીકાણી, કાળુ ગોરસવા, હાર્દિક સોલંકી, ગોવિંદ સોલંકી, વિકી સોલંકી, રોહિત પરમાર ,સંદીપ પરમાર હિતેશ સોલંકી સની સોલંકી દીપક જસાણીયા રાહુલ ડાભી પ્રવીણભાઈ જાડેજા અને પ્રકાશ જસાણીયા સહિત શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીની અટક કરવામા આવેલી બાદ આરોપીને કોંટમા પોલીસે રિમાન્ડ અરજી અને બચાવ પક્ષના એડવોકેટએ જામીન અરજી રજુ કરવામાં આવેલ, બંને પક્ષોની લેખિત મૌખિક રજૂઆત બાદ આરોપીના વકીલ દ્વારા લબાંણ પૂર્વક ની દલીલ કોંટ મા કરવામા આવેલ અને હાઈકોંટ અને સંવોચ્ચ ન્યાયાલય ના ચુકાદાઓ રજુ કરતા એડીસનલ સીવીલ જજ અને જે.એમ.એફ.સી જજ દ્વારા 16 આરોપીને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલો હતો.
બચ્ચાઓ પક્ષે એડવોકેટ તરીકે સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ રોહિતભાઈ કિયા હર્ષ કિયા અને મદદમાં રિદ્ધિ બેન ખંધેડીયા , કૈલાશ જે .જાની, નીશાંત એમ. જોષી, ગૌરાવ એમ. ચનીયારા તથા રાહુલ આર. પરમાર રોકાયેલા હતા.
