અમદાવાદ રેવ પાર્ટીમાં પકડાયેલા 15 લોકોના જામીન નામંજૂર
દારૂ સપ્લાયરને વધુ એક દિવસના રીમાન્ડ અપાયા, વોટ્સએપની મદદથી અન્ય લોકોને શોધવા તપાસ
અમદાવાદ ગ્રામીણ કોર્ટે શીલજ નજીક એક ફાર્મહાઉસમાં ઝડપાયેલી હાઇ-પ્રોફાઇલ રેવ પાર્ટીમાંથી ધરપકડ કરાયેલા 15 વ્યક્તિઓની જામીન અરજી ફગાવી દીધી. કોર્ટે અવલોકન કર્યું કે ગુનાઓ ગંભીર છે અને તપાસ હજુ પણ ચાલુ છે શુક્રવારે હોટ ગ્રેબર્સ નાઇટ પાર્ટી પર દરોડા દરમિયાન પોલીસે 13 વિદેશી નાગરિકો સહિત 20 લોકોની ધરપકડ કરી હતી. પાંચ આરોપીઓને અગાઉ બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે દારૂૂ સપ્લાયર્સ અનંત કપિલ અને આશિષ જાડેજાના રિમાન્ડ લંબાવવાની માંગ કરી હતી, જેમાં દારૂૂના સપ્લાયરને શોધવા અને અન્ય સંડોવાયેલા શખસોની ઓળખવા માટે તેમની વોટ્સએપ ચેટ્સની તપાસ કરવાની જરૂૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે બંને આરોપીઓના રિમાન્ડમાં એક દિવસનો વધારો કરી આપ્યો હતો, જ્યારે બાકીના ત્રણ આરોપીઓ - જેમાં પાર્ટીના આયોજક ક્રિપ્ટો જોન સેડ્રિક, કેન્યાના નાગરિક અને ફાર્મહાઉસના માલિક મિલન પટેલ ને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
પોલીસને ગુપ્ત પાર્ટી વિશે અગાઉથી માહિતી હતી. એક બાતમીદારે તેમને તે વોટ્સએપ ગ્રુપ શોધવામાં મદદ કરી હતી જેના દ્વારા જોન ઇવેન્ટનું સંચાલન કરી રહ્યો હતો. આ ગ્રુપમાં લગભગ 200 સભ્યો હતા, જે બધાને હોટ ગ્રેબર્સ નાઇટમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસે નકલી પ્રોફાઇલનો ઉપયોગ કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાયા બાદ ડિજિટલ પાસ ખરીદ્યા હતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. શિલાજમાં ઝેફિર ફાર્મનું લોકેશન ત્યારે જાહેર કરવામાં આવ્યું ન હતું દરમિયાન, પોલીસે 50 અધિકારીઓની એક ખાસ ટીમ બનાવી હતી જે ટીમોને શહેરની બહારના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી. સાંજે 6 વાગ્યે, સ્થળની વિગતો આખરે ગૃપમા મૂકવામાં આવી હતી. તે જ સમયે પોલીસનુ ઓપરેશન લાઇવ થયુ અધિકારીએ પોલીસે ખરીદેલા ડિજિટલ પાસનો ઉપયોગ કરીને સ્થળમાં પ્રવેશી હતી. જ્યારે તેમને પૂરતા પુરાવા મળ્યા, ત્યારે તેમણે સાદા ડ્રેસમા પોલીસને બહાર જવાનો સંકેત મોકલ્યો. થોડીવારમા જ પોલીસે ઘેરી લીધુ અને દરોડો પાડયો હતો.
