GST ચોરીના જુદા-જુદા બે કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી રદ
બિનસક્ષમ વ્યક્તિઓના નામે પેઢીઓ ઊભી કરી બોગસ દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાનુ કૌભાંડ આચર્યું’તુ
બિનસક્ષમ વ્યક્તિઓના નામે પેઢીઓ ઊભી કરી બોગસ દસ્તાવેજોના આધારે કરોડો રૂૂપિયાની જી.એસ.ટી. ઈનપુટ ટેકસ ક્રેડીટ ગેરકાનુની રીતે મેળવ્યાના કૌભાંડમાં ડીસીબી પોલીસ દ્વારા પકડાયેલા ત્રણ કહેવાતા વેપારીઓ મહેશદાન પ્રભુદાન લાંગા સામેના બે કેસોની અને રેનીશ મનસુખભાઈ ચાંગોલા તથા વનરાજસિંહ બોઘાભાઈ સરવૈયાની રેગ્યુલર જામીન અરજીઓ અધિક સેશન્સ જજ એસ.એ. ગલેરીયાએ ગેરકાયદે અને ગુનાહિત લાભ મેળવ્યાના કારણોસર રદ કરી છે.આ અંગેની હકીકત એવા પ્રકારની છે કે, ડી.સી.બી. પો.સ્ટે. સમક્ષ જી.એસ. ટી. ના બે અધિકારીઓએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢી તથા પરમાર એન્ટરપ્રાઈઝ નામની બીજી પેઢીએ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે રજિસ્ટ્રેશન મેળવી કોઈપણ પ્રકારનો માલ સપ્લાય કર્યા વિના ખોટા બિલો બનાવી વિવિધ પેઢીઓને ઈનપુટ ટેકસ ક્રેડિટ ગેરકાનુની રીતે મેળવવાનું કાવતરૂૂં રચી મદદગારી કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે ત્રણેની ધરપકડ કરી તપાસ દરમ્યાન જણાયેલ હતું કે, બંને મુળ પેઢીઓના માલિકોએ તબલાવાદક જેવા ગરીબ માણસોના આધાર અને પાનકાર્ડ મેળવી જી. એસ.ટી. હેઠળ રજિસ્ટ્રેશન કરાવી બંને કેસોમાં 15થી વધારે બિલો બનાવી અલગ અલગ પેઢીઓને આપેલ છે, જે પેઢીઓના નામના બિલ બનેલ છે તે પેઢીઓએ બંને મુળ પેઢીઓને ચેકથી કરોડોની રકમ ચુકવેલ છે.
ત્યારબાદ આ પેઢીઓએ ઈનપુટ ટેક્સ ક્રેડીટ હેઠળ કરોડોની રકમ જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ પાસેથી પરત મેળવેલ છે. તપાસ દરમ્યાન જણાયેલ હતું કે બંને મુળ પેઢીઓએ બીજી 15 પેઢીઓને દોઢ વર્ષ દરમ્યાન ફકત એક જ વખત બિલો આપેલ છે. આવા ગંભીર ગુનાની ધોરણસરની કાર્યવાહી બાદ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.
દરમિયાન ત્રણેય આરોપીઓએ જેલમાંથી રેગ્યુલર જામીન પર છૂટવા અરજીઓ કરી હતી, તેમાં આરોપીઓ વતી મધ્યપ્રદેશ હાઇકોર્ટનું જજમેન્ટ ટાંકી રજુઆત કરવામાં આવેલ હતી કે તેઓ સામે ફકત જી.એસ.ટી. કાયદા હેઠળ ફોજદારી કેસ થઈ શકે, જેમાં 3 વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે, બનાવટી દસ્તાવેજો ઉભા કર્યાની કલમો લાગુ કરી શકાય નહી, તેથી જામીન મુકત કરવા જોઈએ. તે સામે આરોપી પક્ષે થયેલી દલીલો સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજુઆત કરી જણાવેલ હતું કે હાલના કેસમાં તમામ આરોપીઓ સામે જે હકીકતોના આધારે બનાવટી દસ્તાવેજો ઉભા કર્યાનો કેસ દાખલ કરવામાં આવેલ છે તે મુજબના તમામ સંજોગો મધ્યપ્રદેશ હાઈકોર્ટ સમક્ષના કેસમાં ન હતા.
હાલના કેસમાં માત્ર જીએસટી ચોરી નથી, તમામ આરોપીઓએ કોઈ પણ માલ ખરીદ કરેલ ન હોવા છતા ટ્રાન્સપોર્ટરો અને તેના ટ્રક નંબરો દર્શાવી ખોટા દસ્તાવેજો ઉભા કરેલ છે, તેથી આ બનાવટી દસ્તાવેજોવાળા કેસમાં જી.એસ.ટી. કાયદાની જોગવાઈઓ ઉપરાંત ઈન્ડિયન પિનલ કોડ હેઠળ પણ ફોર્જરીનો ગુનો બનેલ છે. સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ એસ. એ. ગલેરીયાએ સ3 આરોપીઓની 4 જામીન અરજી રદ કરી છે.