ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં એક આરોપીની જામીન અરજી મંજૂર
રાજકોટમાં જ રહેતો અને 15 નવેમ્બર 2019માં સાહીલ હનીફભાઇ પાયકનામના યુવાનની ટ્રકમાં રેડીયમ પટ્ટી ફીટ કરવાના મુદ્દે મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ ખોડાભાઇ સોલંકી, અમરીશ ઉર્ફે કનુ નારણભાઇ ગોહેલ, ધર્મેશ પ્રભાતભાઇ ધ્રાંગા, રાહુલ રાજુભાઇ ગોહેલ, નીતિન માવજીભાઇ ડાભી અને મનસુખ કેશવ ઢોલરીયાની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી તપાસના અંતે જેલહવાલે કર્યા હતા. હત્યામાં સંડોવાયેલો અને જામીન પર છૂટેલો રાહુલ રાજુભાઇ ગોહેલ નામનો યુવાન તેના મિત્ર નીતિન માવજીભાઇ ડાભી સાથે વાંકાનેર નજીક મહિકા ગામ પાસે મચ્છુ નદીમાં રેતી ભરી આવી રહ્યા હતો.
ત્યારે ચારેય શખ્સો ત્યાં ધસી ગયા હતા અને રાહુલ પર હુમલો કરી દીધો હતો. ગંભીર ઇજા થવાના કારણે રાહુલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક રાહુલભાઈના ભાઈ અંકુરભાઈની ફરીયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન એઝાઝ ઉર્ફે એજુ હનીફ પાયક સહિત છ શખ્સ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા મોરબી જેલ હવાલે કરેલ હતા. જેલમાં રહેલ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી એજાજ ઉર્ફે એજુ હનીફભાઇ પાયકે જામીન અરજી દાખલ કરતાં સદરહુ જામીન અરજી હાઇકોર્ટમાં ચાલી જતાં આરોપીપક્ષ દ્વારા કરવામાં આવેલ વિસ્તૃત દલીલો પૈકી એવી દલીલ કે જે ઈજા પામનાર નજરે જોનાર સાહેદ નિતિન માધવજીભાઈ ડાભીના એક જ દિવસના બે નિવેદનો નોંધવામાં આવેલ છે જે નિવેદનો હાલના આરોપીના રોલ બાબતે બન્ને નિવેદનોમાં વિરોધાભાષ જોવા મળે છે હાઈકોર્ટે ધ્યાને લીધેલ, ફરીયાદીપક્ષની દલીલો તેમજ કેસના સંજોગોને ધ્યાને રાખી એજાજ ઉર્ફે એજુ હનીફભાઈ પાયકને જામીનમુક્ત કરતો હુકમ કરેલ હતો.
આ કામમાં આરોપી એજાજ ઉર્ફે એજુ હનીફભાઇ પાયક વતી હાઇકોર્ટમાં સિનિયર કાઉન્સીલ જાલ ઊનવાલા, મહમદઝૈદ સૈયદ , તેજલબેન વશી અને રાજકોટમા વકિલ રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા, પ્રેમરાજસિંહ પરમાર અને મોરબીના વકિલ હિરલબેન નાયક રોકાયેલ હતા.